જૂનાગઢ તા.૧૯, ઓક્ટોબર રૂ.૨,૪૪૦ કરોડના, જૂનાગઢ જિલ્લાના મેંદરડા, વંથલી અને કુતિયાણામાં પાણી પૂરવઠા યોજનાના કામો રૂ.૧૪૨.૯૨ કરોડના, પોરબંદર ભૂગર્ભ ગટર અને ગીર સોમનાથ જિલ્લામાં રેલ્વે ઓવરબ્રીજના કામનું રૂ.૧૦૫.૪૨ કરોડના, પોરબંદરમાં રૂ.૧૨.૨૮ કરોડના ખર્ચે મત્સ્ય બંદર ખાતે મેઇન્ટેનન્સ ડ્રેજીંગ યોજના, ગીર સોમાનાથ જિલ્લામાં માઢવાડ, સુત્રાપાડા, અને વેરાવળમાં મત્સ્ય બંદર વિકાસ યોજનાના કામોનું રૂ.૮૩૪.૧૨ કરોડના, પોરબંદરમાં મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ, માધવપુરમાં શ્રીકૃષ્ણ રુક્ષ્મણી યાત્રાધામના વિકાસ કાર્યો તથા જૂનાગઢના વંથલી ખાતે નાબાર્ડની યોજના અન્વયે બિયારણ, ખાતર અને કૃષિ પેદાશના સંગ્રહ માટે ગોડાઉનની યોજના રૂ.૬૦૨.૪૩ કરોડના કામોની ખાતમૂર્હુત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવી હતી
સાફલ્યગાથા
નરેન્દ્રભાઇ મોદી સોરઠ આવે તો મારા પગમાં હિંમત આવી જાય છે
બન્ને પગથી ૮૦ ટકા દિવ્યાંગ કિટડીયા અબુલભાઇનો અનેરો ઉત્સાહ
જૂનાગઢ તા.૧૯, ઓક્ટોબર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે જૂનાગઢ ખાતે જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં રૂ.૪૧૫૫.૧૭ કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમૂહુર્ત તથા વિકાસ કામોની જાહેરાત કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ગુજરાતના પનોતા પૂત્ર અને વડાપ્રભાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને સાંભળવા સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાંથી લોકો આવ્યા હતા. આ પ્રસંગે કેશોદ તાલુકાના જોનપુર, અગતરાયના ૪૨ વર્ષીય દિવ્યાંગ કીટડીયા અબુલભાઇ નરેન્દ્રભાઇ મોદીને ખાસ સાંભળવા આવ્યા હતા. આ પ્રસંગે અબુલભાઇએ કહ્યું કે, સોરઠના આંગણે મોદીજી આવે તો મારા પગમાં પણ હિંમત આવી જાય છે. બન્ને પગથી ૮૦ ટકા દિવ્યાંગ એવા અબુલભાઇએ વધુમાં વધે કહ્યુ કે, સમાજ સુરક્ષા વિભાગ ગુજરાત સરકાર દ્વારા આપવામા આવેલા કાર્ડ દ્વારા બસમાં વિનામૂલ્યે મુસાફરી કરવા મળે છે. નરેન્દ્રભાઇ મોદી તથા ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારે દિવ્યાંગોના કલ્યાણ માટે યોજનાઓ અમલી બનાવી છે. આ બદલ હું તેમનો આભાર પણ વ્યક્ત કરુ છું.
સંતો-મહંતોની ભૂમી જૂનાગઢ ખાતે વડાપ્રધાન નેરન્દ્રભાઇ મોદીએ સંતોને કર્યા નમન
જૂનાગઢ તા.૧૯, ઓક્ટોબર, ગરવા ગિરનારની પાવન ભૂમિ જૂનાગઢ ખાતે વિકાસના કામોની ભેટ આપવા પધારેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને આશીર્વાદ આપવા આવેલા સાધુ-સંતોને નરેન્દ્રભાઇ મોદીએ સ્ટેજ પરથી વંદન કરીને આશીર્વાદ લીધા હતા.
આ તકે મુક્તાનંદ બાપુ, શેરનાથ બાપુ, આપાગીગાના ઓટલાવાળા નેરન્દ્રબાપુ સહિત ગીરનારના વિવિધ આશ્રમો તથા સૌરાષ્ટ્રભરથી સાધુ-સંતો નરેન્દ્રભાઇ મોદી તથા ભૂપેન્દ્રભાઇ પટેલ સહિતના અગ્રણીઓને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા
સાફલ્યગાથા
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જુનાગઢ કાર્યક્રમમાં સાંભળવા આવતા વરિષ્ઠ નાગરિકોના પ્રતિભાવો નરેન્દ્રભાઈ મોદીની ખેલનીતિથી યુવાનો રમતગમત ક્ષેત્રે કાઠું કાઢી રહ્યા છે જૂનાગઢના ૮૩ વર્ષીય ગોલ્ડ મેડાલિસ્ટ રનર ભાનુમતિબેન પટેલ
જૂનાગઢ તા.૧૯, ઓક્ટોબર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની પાવન ભૂમિ જુનાગઢ ખાતે વિકાસના કામોની ભેટ લઈને આવ્યા હતા. આ તકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની એક ઝલક માણવા માટે બાળકો, યુવાનો, વડીલો, વૃદ્ધો, માતાઓ બહેનો, સાધુ સંતો સહિત સૌ કોઈ જુનાગઢ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જૂનાગઢમાં રહેતા અને ૪૧મી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ એટલેટીક્સ ચેમ્પિયનશિપ-૨૦૨૨ મા ૫ કિલોમીટર દોડમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવનાર વરિષ્ઠ નાગરિક ભાનુમતિબેન પટેલ પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીને સાંભળવા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ તકે ભાનુમતિબેન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ખેલનીતિ સારી છે , વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સૂત્ર ‘ખેલશે ગુજરાત, જીતશે ગુજરાત’ને યુવાનો સાર્થક કરી રહ્યા છે. આ સાથે સાથે બાળકો અને વડીલો પણ રમત ગમત ક્ષેત્રે પોતાનું કૌવત બતાવી રહ્યા છે. ભાનુમતિ બહેને વધુમાં કહ્યું કે, હું છેલ્લા ૧૫ વર્ષથી દોડની સ્પર્ધામાં ભાગ લઉં છું, અને દરરોજ ૧૫ કિલોમીટર જેટલું ચાલુ છું. ભાનુમતિબેન પટેલ જેમ જુનાગઢ સહિત આજુબાજુના જિલ્લાના અનેક વરિષ્ઠ નાગરિકો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સાંભળવા માટે જૂનાગઢ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
મહેશ કથીરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,