September 8, 2024

સુરતનાં સમાજ સેવકોએ એચ.આઈ.વી. પોઝીટીવ બાળક સાથે કરી દિવાળીની ઉજવણી

Share to






પ્રકાશનાં પર્વ સાથે સાથે ઉત્સાહ અને ઉમંગ નો પર્વ દિવાળી આવી ગઈ છે. હાલની કારમી મોંઘવારી માં માંડ બે છેડા ભેગાં કરીને ઘર ચલાવતાં લોકો અને સમાજ થી તરછોડાયેલા લોકો માટે દિવાળીની ઉજવણી સપનું જ બની ગઈ છે. જોકે, આવા લોકોનું સપનું સાકાર કરવા માટે કેટલાક સમાજ સેવી લોકો અને સંસ્થાઓ આગળ આવી રહી છે જેના કારણે જરૂરિયાતમંદ લોકો પણ દિવાળીની ઉજવણી ઉત્સાહથી કરી શકે છે.
આ દિવાળીની ઉજવણી સુરતીઓ ભારે ઉત્સાહ અને ઉમંગથી પોતે તો કરે છે પરંતુ સાથે સાથે જરૂરિયાત મંદ પણ દિવાળીની ઉજવણી કરી શકે તેવો પ્રયાસ પણ કેટલાક લોકો કરી રહ્યાં છે. સુરતનાં કામરેજ ખાતે એચ.આઈ.વી. પોઝીટીવ બાળકીઓ માટે કેર હોમ બનાવવામા આવ્યું છે. એચ.આઈ.વી. પોઝીટીવ બાળકીઓ માટે બનેલા કેર હોમમાં 45થી વધુ બાળકીઓ છે તેઓ પણ દિવાળીની ઉજવણી કરી શકે તે માટે સમાજ સેવાનું કામ કરતાં મોના ભાઈદાસવાળા અને સીટી લાઈટ ખાતેની અગ્રસેન મહિલા શાખા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. હાલ સમાજમાં એચ.આઈ.વી. પોઝીટીવ લોકો સાથે કેટલાક ભેદભાવ રાખે છે પરંતુ જીએસએનપી. પ્લસની સ્થાપનાં બાદ આ ભેદભાવ ઘટી રહ્યાં છે અને જોકે, હજી પણ સમાજમાં કેટલાક લોકો પોઝિટિવ લોકો સાથે યોગ્ય વ્યવહાર કરતા નથી. પરંતુ આ સંકરતાથ કામરેજ કેર હાલમાં ગઈ હતી અને બાળકીઓ માટે નવા કપડાં, જીવન જરૂરિયાતની વસ્તુ સાથે મીઠાઈ અને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં પરંતુ તેઓને દિવાળી માટે દિવા પણ આપવામા આવ્યા હતાહાલમાં ઘણા લોકો એવાં લોકો સાથે તહેવારની ઉજવણી કરી આવી બાળકીઓને સમાજની મુખ્ય ધારામાં લાવવા માટેના પ્રયાસ કરી રહ્યાં છે તેમાં સફળતાં પણ મળી રહી છે.

રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત


Share to

You may have missed