સુરત શહેરમાં ઊંચાવ્યાજે પૈસા આપી બાદમાં ચાલતી પઠાણી ઉઘરાણીનાં પગલે અનેક લોકોની જિંદગી બરબાદ થઈ જાય છે અને આત્મહત્યા કરવા મજબુર બનતાં હોવાની ઉઠેલી ફરિયાદો ને પગલે આવી ગેરકાયદે પ્રવૃત્તિને અંકુશ લેવાં પોલીસે લાલ આંખ કરી પાલ, અડાજણ, રાંદેર પોલીસ સ્ટેશનના તથાં કે. ડીવીઝન સુરત શહેર તથાં અમરોલી, ઉત્રાણ, જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા વ્યાજખોરોને ઝડપી લઈ કડક કાર્યવાહી કરતાં વ્યાજખોરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.સુરત પોલીસે એક જ દિવસમાં 28 વ્યાજખોરો વિરુદ્ધ સખત કાર્યવાહી કરતા સામી દિવાળીએ વ્યાજખોરોમાં ભારે દોડધામ મચી છે.પોલીસ કમિશનર અજય તોમરે જાહેર જનતાને અપીલ કરી છે કે, પોતાનો રોજગાર, ધંધો કે બિમારીઓ માટે આર્થિક જરૂરીયાતો પૂરી કરવા બેન્ક સહકારી બેન્કો , મંડળી તથા અન્ય કાયદેસર ધીરધાર સંસ્થાઓ પાસેથી જ નિયમાનુસાર વ્યાજે રકમ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. એટલું જ નહીં લાયસન્સ વગર ગેરકાયદેસર વ્યાજખોરી કરતા ઇસમો વિરૂધ્ધ અવાર નવાર કડકાઇપૂર્વકની કાર્યવાહી કરવામાં આવશે.લાયસન્સ વગર વ્યાજનો ધંધો કરવો એ કાયદા વિરૂધ્ધની પ્રવૃત્તિ છે, ગેરકાયદેસર છે. આવી પ્રવૃત્તિ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવતાં વ્યાજખોરો ફફડી ઉઠ્યાં છે.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત
Khabar Ek dum Sachi
More Stories
માજી ધારાસભ્ય મહેશ વસાવાના ભાજપ ને રામ રામ…
પાવી જેતપુર તાલુકાના બોરધા ગામે પુત્રએ પિતાની કરી હત્યા હત્યા કરવામાં સગા કાકા એ મદદ કરી
રાજબોડેલી પાસે નવાગામ ની સીમની ખેતરમાંથી ચોરી,ઝટકા મશીન તેમજ સોલર સાથે રૂપિયા 12000 ના સામાન ની ચોરી,