હિન્દુ સમાજ નો પવિત્ર દિવાળીનો પર્વ અને તેની ઉજવણી પહેલાં સાફ-સફાઈની પરંપરા ઘરો સાથે રસ્તા, શેરી, આંગણાઓને સાફ કરવાની વર્ષોથી ચાલી રહેલી પ્રણાલીમાં જે રસ્તા, શેરીઓની સફાઈ સુરત મહાનગરપાલિકાનાં કર્મચારીઓની જ જવાબદારી હોય તેવી માન્યતા અને પ્રણાલીને રાંદેર નાં ખલસી ખારવા સમાજનની દરેક શેરી, મહોલ્લાં નાં યુથ બ્રિગેડ સામૂહિક ચારથી પાંચ કિલોમીટર ના વિસ્તારમાં સમાવિષ્ટ ગલીઓ, શેરીઓ, મહોલ્લાંઓનાં રસ્તાઓનું પૂર્વ કોર્પોરેટર કૃણાલ સેલરનાં સાથ સહકારથી પ્રેરણાથી હનુમાન ટેકરી થી જુના જીન રોડ, નારાયણ નગર, સંજય નગર વગેરે વિસ્તારોમાં અંકિત સેલર, આશિષ સેલર, યોગેશ સેલર, પૂર્વ કોર્પોરેટર લક્ષ્મીબેન રાંદેરીયા વગેરે એ જેહમત ઉઠાવી સાફ-સફાઈ નું કાર્ય સફળ બનાવ્યું હતું સુરત મહાનગરપાલિકાનાં મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, ગુજરાત સરકારના મંત્રી પુણૅશભાઈ મોદી, કોર્પોરેટર ગૌરીબેન સાપરિયા, સુરત મહાનગરપાલિકાનાં ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ આશિષભાઈ નાયક ઉપસ્થિત રહી સફાઈ ઝુંબેશ માં સ્વયંભૂ ભાગ લઈ યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતાં
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત
More Stories
*અબડાસા તાલુકાના નલિયા થી ૮ કિલોમીટર ની અંતરે આવેલ મુઠીયાર ગામે શ્રી નીલકંઠ મહાદેવ ની જલાધારી તેમજ રુદ્રી અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.*
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા