September 8, 2024

દિવાળી ના તહેવારો ને લઇ ને ભરૂચ એસટી વિભાગ.નેત્રંગ, ડેડીયાપાડા, સાગબારા, સેલંબા તેમજ દાહોદ ગોધરા માટે વધારાની બસો દોડાવે.

Share to



નેત્રંગ. તા,૧૮-૧૦-૨૦૨૨.


દિવાળી ના તહેવારો ને લઇ ને ભરૂચ એસટી વિભાગ નેત્રંગ, ડેડીયાપાડા, સાગબારા, સેલંબા તેમજ દાહોદ ગોધરા વિસ્તાર માટે વધારાની બસો મુસાફર જનતા માટે દોડાવે તેવી માંગ ઉઠી છે.
નેત્રંગ, ડેડીયાપાડા, સાગબાર, સેલંબા તેમજ દાહોદ, ગોધરા જેવા પછાત આદિવાસી વસ્તી ધરાવતા ગામડાંઓ મા રોજગારી ના કોઈ શ્રોત નહિ હોવાને લઇ ને તેમજ વરસાદી ખેતી પર નભતા આદિવાસી લોકો પોતાનુ તેમજ પોતાના કુટુંબ નુ જીવન નિર્વાહ કરવા માટે રાજ્ય ના મોટા મોટા શહેરો મા રોજગારી મેળવવા માટે કુટુંબ કબીલા સાથે જતા હોય છે. આ લોકો હોળી ધુળેટી , તેમજ દિવાળી નો પવઁ મનાવવા માટે કોઇ ભોગે માદરે વતન આવતા હોઇ છે. તહેવારો ની ઉજવણી કરવા માટે માદરે વતન આવવાતા લોકો માટે અંકલેશ્વર તેમજ ભરૂચ થી પુરતા પ્રમાણ મા બસોની સુવિધાઓ નહિવત હોવાના કારણે તહેવારો ટાણે નેત્રંગ, ડેડીયાપાડા, સાગબારા તેમજ સેલંબા વિસ્તાર ના લોકો કલાકો સુધી આટવાવાનો વારો આવે છે.
બીજી તરફ આરટીઓ, પોલીસ તંત્ર સાથે લેતીદેતી ના વહેવારો થી ચાલતા ખાનગી વાહનો વાળા તક નો લાભ લઇ આદિવાસી ગરીબ મજુરીયાત વર્ગ પાસે ચાર ધણુ ભાડુ એટલે કે નેત્રંગ નુ ભાડુ હાલ ખાનગી વાહનો વાળા ૫૦/=  રૂપિયા  વસુલે છે. જે તહેવારો ની ઉજવણી કરવા આવતા લોકો પાસે ૨૫૦/= જેટલુ વસુલી લે છે.
તેમા પણ ખાનગી વાહન ચાલકો ધેટા બકરા ની જેમ મુસાફરો ભરે છે.
ભરૂચ એસટી વિભાગ જો દિવાળી ના તહેવારો ને લઇ ને ઉપરોક્ત વિસ્તારો માટે વધારાની બસો દોડવશે તો એસટી વિભાગ ને સારી એવી આવક મળી રહેશે તેમજ ગરીબ આદિવાસી મુસાફરો ને  કીફાઇતી તેમજ સલામત સવારી નો લાભ મળે.
ભરૂચ એસટી વિભાગ આ બાબતે યોગ્ય ધટતુ કરે તેવુ પ્રજામા ચચાઁઇ રહ્યુ છે.

*દૂરદર્શી ન્યૂઝ વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed