September 7, 2024

સુરતનાં દેશપ્રેમીનું અનોખું દિવાળી સેલિબ્રેશન

Share to





દિવાળીમાં મોં મીઠું કરાવવાની એક ભારતીય પરંપરા રહી છે.આખો પરિવાર અને સ્નેહીજનો મળીને દિવાળી મનાવે છે પણ દેશનાં સીમાડા સાચવીને બેઠેલા જવાનો માટે દિવાળી હોળી શું? બધા જ દિવસો એકસરખા. ત્યારે દેશની વિવિધ બોર્ડર પર જઇને આ સૈનિકોને મળીને દર દિવાળીએ તેમને મીઠાઇ ખવડાવીને દેશભક્તિનો મીઠો ઓડકાર લઇ રહ્યા છે, સુરતનાં એક દેશપ્રેમી. અને એ રીતે છેલ્લા સાત વર્ષથી મનાવી રહ્યા છે દેશભક્તિનાં રંગે રંગેલી અનોખી દિવાળી.
સુરતનાં વરાછા વિસ્તારમાં રહેતાં પિન્ટુલ જીવરાજભાઇ કાકડીયા વર્ષ 2016થી દિવાળીના દિવસો દરમિયાન હિન્દુસ્તાનની વિવિધ બોર્ડર પર ફેમિલિ સાથે પહોંચી જાય છે. બોર્ડર પર બીએસએફ નાં જવાનોને મળીને તેમને મીઠાઇ ખવડાવે છે. દિવાળીમાં 30થી 40 દિવસનો તેમનો સરહદીય પ્રવાસ રહે છે. એક ટુરમાં પાંચ થી છ રાજ્યની બોર્ડર કવર કરી લે છે.
આ દિવાળી અંતર્ગત 19 સપ્ટેમ્બરે ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, આસામ, સિક્કિમ અને વેસ્ટ બંગાળ માં સરહદો પર મીઠાઇ ખવડાવી તો 5 ઓકટોબરે પંજાબ, જમ્મુ કાશ્મીરમાં જઈને સૈનિકોનાં મો મીઠા કરાવ્યા. હજી દિવાળી અગાઉ આગામી રાજસ્થાન અને ગુજરાતની સરહદો પર જઈ મિશન મીઠાઈ પાર પડાશે. બોર્ડર પર સૈનિકનાં હાથમાં મીઠાઇનુ બોક્સ આપી દેવાનું એવુ વ્યવહારૃ કામ નહી પણ પ્રથમ તેમની સાથે આવેલા બહેન-દીકરી દ્વારા સૈનિકનાં માથા પર તિલક કરવામાં આવે છે બાદમાં સૈનિકની આરતી ઉતારીને પુષ્પથી વધાવાય છે અને પછી પ્રેમથી મીઠાઇ અપાય છે. બાદમાં સૈનિકો સાથે ભરપેટ વાતો પણ થાય છે. આ બધુ જ લીગલી પરમીશન લઇને કરવામાં આવે છે.છેલ્લાં સાત વર્ષથી અખંડ આ ઉપક્રમ ચાલે છે. કોરોના સમયમાં પણ આ ઉપક્રમ તૂટ્યો નથી. કોરોનાની પ્રથમ વેવમાં ગુજરાતની નડાબેટ બોર્ડર સુઇગામ અને ભૂજ લકીનાળા ખાતે સેનેટાઇઝ, માસ્ક, એનર્જી ડ્રીંક વગેરે પહોંચાડયુ હતુ. બાદમાં બીજીવેવમાં નડાબેટ ખાતે સેનેટાઇઝર, નાળીયેર પાણી, ઓક્સિમીટર, થર્મોમીટર, માસ્ક, મીઠાઇ, ઉકાળો વગેરે પહોંચાડયુ હતુ. જ્યારે ભૂજ બોર્ડર પર એરકૂલર, સીલીંગફેન, માસ્ક, સેનેટાઇઝર, ઓક્સિમીટર, એનર્જી ડિંક્સ વગેરે પહોંચાડયુ હતુ. વર્ષ 2021માં તો દેશની 7 જેટલાં રાજ્યોની સરહદ પર પહોંચ્યા હતાં. અને મીઠાઈ સાથે જરૂરી વસ્તુઓ આપી હતી. આ કાર્ય માટે દાતાઓનો પણ સહયોગ મળે છે.મૂળ ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકાના સખવદર ગામનાં પિન્ટુલભાઇ વિરતા વેલ્ફેર ટ્રસ્ટ ચલાવે છે જેના નેજા હેઠળ સામાજિક કાર્યો થાય છે. પીન્ટુલ કાકડીયાએ જણાવ્યુ કે “જેમનાં કારણે આપણી જિંદગી મીઠી છે એમને મીઠાઈ ખવડાવવી આપણી નૈતિક ફરજ છે અને આ કાર્ય કરીને પણ આપણે એમના ઋણમાંથી મુક્ત નથી થઈ શકતાં. હું ભાગ્યશાળી છું કે મને આ કામ કરવાની તક મળી છે.



રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત


Share to

You may have missed