September 7, 2024

સુરતમાં દિવાળી પર્વને લઇ ભારે ભીડ વચ્ચે ચોરી-લૂંટની ઘટનાઓ ટાળવા પોલીસે લોકોને સતર્ક કયૉ

Share to






દિવાળીનાં પર્વને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે ત્યારે બજારમાં દિવાળીની રોનક જોવા મળી રહે છે.
અને ખરીદી માટે લોકોની ભારે ભીડ થઈ રહી છે આ દરમિયાન કેટલીક વખત ચોરી લૂંટફાટનાં કિસ્સાઓ સામે આવતાં હોય છે જેને લઇ સુરત શહેર પોલીસ દ્વારા નાગરિકોને ખરીદીની સાથે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.દિવાળીનાં પર્વને આડે હવે ગણતરીનાં દિવસો બાકી રહી ગયાં છે તેવામાં સુરતનાં બજારોમાં ભારે ભીડ જામવાની શરૂઆત થઈ ગઈ છે. દર વર્ષે પોલીસ દ્વારા બજારમાં ભીડનો લાભ લઈને ચોર ટોળકીયો કોઈ પણ ખરીદનારનાં સામાન્ય ચોરી ન કરે તે માટે પ્રયાસો કરતી હોય છે. ત્યારે સુરતના બરોડા પ્રિસ્ટેજ, ચૌટા બજાર,ભાગળ, સહિતનાં વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવતાં હોય છે તે દરમિયાન મોબાઈલ ચોર, પાકીટ માર, અને સ્નેચરો સક્રિય થઈ જાય છે. અને અમુક લોકો તેનો શિકાર પણ બની જાય છે. જેથી સુરત શહેર પોલીસ દ્વારા ખાસ કરીને ખરીદી કરવાં નીકળતી મહિલાઓ પોતાનાં પર્સ, દાગીના સાચવે તે માટે અપીલ કરવામાં આવી છે.અને જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ લાગે તો તુરંત પોલીસને જાણ કરવામાં આવે તે સૂચનાં પણ આપવામાં આવી છે દિવાળી સમયે દરેક વેપારી અને નોકરિયાત વર્ગમાં પણ રૂપિયાનો ઉપાડ અને લેવડ દેવડ થતું હોય જે અનુસંધાને પણમોટી લેવડ દેવડમાં કોઈ લૂંટ કે ચોરીની ઘટનાં ન બને તે માટે સાવચેતી રાખવી, પોલીસે ડાયમંડ ફેક્ટરી, આંગડિયા પેઢી, બેન્કમાંથી નીકળતા લોકોને સાવધાન રહેવા જણાવ્યું છે. સાથે જ રોકડા રૂપિયા લઈને નીકળતાં વેપારીઓ પોતાની સેફટી રાખે અને સમય પડે ત્યારે પોલીસને જાણ કરશે તો પોલીસ સાથે રહેશે તેવી બાહેધરી આપી છે.દિવાળી ટાણે સુરતમા ફકત સુરતનાં જ નહિ આજુબાજુનાં શહેરો અને ગામડામાંથી પણ હજારો લોકો ખરીદો માટે આવતાં હોય છે જેથી સુરતમાં દિવાળીનાં તહેવારને લઈને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. જો કે આ સાથે ખરીદી કરવા નીકળતાં લોકો પોતે પણ સાવચેતી એ જરૂરી છે.



રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત


Share to

You may have missed