September 8, 2024

DGPએ જુગારધામ પર દરોડાના કેસમાં અમદાવાદના PI અને PSIને સસ્પેન્ડ કર્યા

Share to

અમદાવાદના સાબરમતીમાં કુખ્યાત બાબુ દાઢી ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેડ પાડવાના કેસમાં આજરોજ રાજ્યના DGPએ અમદાવાદ પોલીસના બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા.DGPએ પોલીસ ઇસ્પેક્ટર આર.એસ. ઠાકર અને PSI વી.એ. પરમારને સસ્પેન્ડ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેટ મોનિટરિંગ સેલે સાબરમતીના કુખ્યાત બાબુ દાઢી ઉપર સેડ પાડી હતી, જેમાં 12 જુગારી સહિત 10 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. આ રેડ દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલે 4 પોલીસ કર્મીઓને પણ પકડી પાડ્યા હતા. આ કેસ અંતર્ગત રાજ્યના DGPએ 2 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા.


Share to

You may have missed