September 7, 2024

ભરૂચ LCB દ્વારા અંકલેશ્વર ના અંદાડા ગામે થી એક ઈસમ સહિત ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો…

Share to

ભરૂચ એલ.સી.બી.ની ટીમ વહેલી સવારે અંકલેશ્ર્વર એલ.સી.બી ઓફીસ ખાતે હાજર હતી દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સથી બાતમી  મળેલ કે અંદાડા ગામે કૈલાસ ટેકરી ખાતે રહેતો ભાવીનભાઇ હર્ષદભાઇ મોદી રહે અંદાડાગામ નાઓએ તેના ધરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે  જે મળેલ બાતમી હકિકત આધારે તાત્કાલીક એલ.સી.બી ટીમે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ધરના આગળના ભાગે રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરટીન નંગ-૩૯૬ કિ રૂ ૫૮૨૦૦/- નો મુદ્દામાલ ઝડપી એક આરોપી  નામ :ભાવીનભાઇ હર્ષદભાઇ મોદી ઉ.વ ૩૧ રહે અંદાડાગામ કૈલાસ ટેકરી તા અંકલેશ્ર્વર જી ભરૂચ

તથા અન્ય વોન્ટેડ આરોપી અજયભાઇ ગોકુળભાઇ વસાવા રહે જુના હરીપરા તા અંકલેશ્વર ને પકડવાના ચક્રો ગતિમાન કરી પ્રોહી એકટ ની સંલગ્ન કલમો મુજબ કાયદેસર કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર પો.સ્ટેમાં ગુનો રજીસ્ટ્રર કરવામા આવેલ છે.

આગામી દિવસોમાં પણ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂ તેમજ જુગાર અંગેની ગેરકાયદેસરની પ્રવૃતિ ઉપર
કડક કાર્યવાહી કરવામા આવશે તેમ લાગી રહ્યું છે..

#દૂરદર્શી ન્યૂઝ /DNS NEWS


Share to

You may have missed