September 7, 2024

ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ્ હસ્તે પોલીસ સ્ટેશન તથા પોલીસ આવાસોનું ઉદ્દઘાટન અને લોકાર્પણ સમારોહ યોજાયોભરૂચની જનતા એ અદમ્ય સાહસ અને સંઘર્ષમાં સાથ આપી ગુજરાતના વિકાસમાં ભાગીદારી નોંધાવી છે. -ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી**

Share to



ભરૂચ: રવિવાર: પોલીસ અધિક્ષકની કચેરી, કાળી તલાવડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પોલીસ અધિક્ષકની કચેરી ભરૂચ ખાતે ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ્ હસ્તે નવા મકાન નું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રીબીન કાપીને બિલ્ડિંગને ખુલ્લું મુક્યું હતું.
સમારોહ પ્રસંગે પોલીસ અધિક્ષકની કચેરી, અંકલેશ્વર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશન, પાનોલી પોલીસ સ્ટેશન, ઝઘડીયા GIDC પોલીસ સ્ટેશન તથા પોલીસ આવાસોનું ઉદ્દઘાટન અને ઈ -લોકાર્પણ કરવામા આવ્યું હતું. કાર્યક્રમમાં સ્ટેજ પરના મહાનુભાવો હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. વડોદરા રેન્જ આઇજી શ્રી એમ.એસ.ભરાડે સ્વાગત ઉદભોધન કર્યું હતું.
તે સાથે નોટીફાઇડ એરિયાની સુરક્ષા માટે સીસીટીવી કેમેરાની સિસ્ટમ વિકસાવવામાં આવ્યુ છે તેનું પણ લોન્ચિંગ કર્યું હતું.
હર્ષ સંઘવીએ સંબોધન કરતા કહ્યું હતું કે, ભરૂચ એસ.પી. કચેરીની સુવિદ્યા કોર્પોરેટ કંપનીની ઓફિસને ઝાંખી પાડી દે તેવી છે. પોલીસ કર્મીઓ અને લોકો ને પણ અનેક પ્રકારની સુવિધા એક જ સ્થળે મળે તેવો પ્રયાસ સરકાર કરી રહી છે. એસ. પી. કચેરીમાં બનાવવામાં આવેલાં ધોડિયા ઘર અને લાઈબ્રેરીના વખાણ કર્યા હતા, અને ઉમેર્યું હતું કે, નકારાત્મક વિચારોથી ધેરાયેલા વાતાવરણમાં લાઇબ્રેરીનો ઉપયોગ સકારાત્મક પ્રભાવ પાડવા પૂરતો છે. જેનો લાભ લેવો જોઇએ. વધું માં ભરૂચની જનતા એ અદમ્ય સાહસ અને સંઘર્ષમાં સાથ આપી ગુજરાતના વિકાસમાં ભાગીદાર નોંધાવી છે.
અંકલેશ્વરના યુનિયન બેંકમાં થયેલી લૂંટ પ્રકરણને અંજામ આપનાર તમામ ને ગણતરીના કલાકોમાં ઝડપી જેલ ના હવાલે કરી દીધા હતા. એ કામગીરીને બિરદાવી, સારી કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
કાર્યક્રમની પૂર્ણાહુતિ પ્રસંગે પોલીસ અધિક્ષક શ્રીમતી લીના પાટીલે આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભરૂચના ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રણા, શ્રી ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. તે સાથે સાથે નગર પાલિકા અમિત ચાવડા, અંકલેશ્વર, ઝગડિયા, સાયખા, વાગરા જીઆઈડીસી એસોસિએશનના વડાઓ, તે ઉપરાંત વડોદરા રેન્જ આઇજી શ્રી એમ.એસ.ભરાડે, જિલ્લા કલેકટર શ્રી તુષાર સૂમેરા, પોલિસ અધિક્ષક ડૉ. લીના પાટીલ, તમામ તાલુકાના પોલિસ વડાઓ, પોલિસ કર્મીઓ અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
૦૦૦૦૦૦૦

*****


( બોક્ષ )

એસપી કચેરીની મહિલાઓની સુખાકારી માટે નવતર આયોજન


નવી એસપી કચેરીમાં
મહિલાઓની સુખાકારીનું વિશેષ ધ્યાને લેતા મહિલા પોલીસ કર્મચારીઓ અને મહિલા અરજદારો તેમના બાળકોને રાખી શકે તે માટે ઘોડીયાઘર બનાવવામાં આવ્યું છે. જેની મુલાકાત ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી એ કરી તેને ખુલ્લું મુક્યું હતું.

વાંચનપ્રતિ રૂચિ વધારવા લાયબ્રેરીની સુવિધા

ભરૂચની પોલીસ લાઇન્સમાં રહેતાં પરિવારોના બાળકો તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતાં પરીક્ષાર્થીઓને ધ્યાનમાં રાખી નવી ક્ચેરીમાં લાયબ્રેરીની સુવિધા રાખવામાં આવી છે. જેમાં કાયદાશાસ્ત્ર, સાહિત્ય, રાજનીતિ સહીત અનેક વિષયોને લગતાં પુસ્તકો રાખવામાં આવશે. ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ લાઇબ્રેરીની મુલાકાત કરી તેને ખૂલ્લી મૂકી હતી.



નવી એસપી કચેરી મહત્વની કચેરીઓ નવી બિલ્ડીંગમાં કાર્યરત થશે

ભરૂચની નવી એસપી ઓફિસમાં એલસીબી, એસઓજી, મહિલા વિભાગ, પોલીસ કંટ્રોલરૂમ, પાસપોર્ટ ઓફિસ સહિતની મહત્વની કચેરીઓ કાર્યરત કરવામાં આવશે. જેથી ફરિયાદી કે અરજદારોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું નહી પડે. તે સાથે એસપી ઓફિસમાં રીસેપ્સન ઉપરથી જ અરજદારોને માર્ગદર્શન આપવામાં આવશે.


Share to

You may have missed