ચકલીના અવાજમાં જબરદસ્ત તાજગી છે. રણછોડનગરનાં પ્રકૃતિપ્રેમી અશ્વિનભાઇ પટેલ રણછોડનગરની સંગઠન થકી થતાં સર્વહીતકારી કાર્યો અંગે વાત કરતાં કહે છે કે ઘર તથા ઘરની આસપાસની દીવાલોમાં સુરક્ષિત સ્થળે લટકાવી દેવાથી ચકલી, બુલબુલ જેવાં પક્ષીઓ આવીને વસવાટ કરશે અને કુદરત-પ્રકૃતિના પ્રેમ સાથે સવાર ચકલીઓની ચી-ચી થી આપણે પ્રકૃતિનાં સંગાથી હોવાની પ્રતીતી કરાવ્યા કરશે. અશ્વિનભાઇ કહે છે ‘પ્રગતિશીલ માનવી પૈસાની આંધળી દોડમાં પંચમહાભૂતોનું વરવું દોહન કરી રહ્યો છે. પંચતત્વોનો કોપ માનવીને ભયભિત જ નહીં, તહસ-નહસ કરી નાખવા શક્તિમાન છે. આપણે પશ્ચિમના આંધળા અનૂકરણમાં પડ્યાં છીએ, ત્યારે પશ્ચિમી પ્રજા શાંતિની ખોજમાં ભારતની સંસ્કૃતિના મૂલ્યોને પાળી પોષી રહી છે.’ ‘ભૂતકાળમાં મહાભારત-રામાયણના કાળના ઋષિમુનિઓના આશ્રમમાં ભય વિના તમામ પશુ-પક્ષીઓ સાથે રહેતાં-જીવતાં હતા. આજે પર્યાવરણની વાતો બધા જ કરે છે, પણ પ્રકૃતિને સાચવનારાં, જાળવનારાં કેટલાં ? ગુજરાતનો દરેક પરિવાર જો એક…એક માળો પક્ષીઓ માટે પોતાના ઘરમાં બનાવે તો કેવું..! આ કલ્પનાને સાકાર કરવી જરૂરી છે. નિદોર્ષ પક્ષીઓને ઘર-આંગણા કે અગાસીમાં, જ્યાં સ્થાન મળે ત્યાં માળો બનાવીને વસાવો. દરરોજ તેઓને ચણ મળે તે માટે મુઢ્ઢી જુવાર-બાજરી, ચોખા વગેરે નાખો. બસ આ જ વિચાર ચા અને પુઠાની ખાલી પેટીઓથી નિર્મિત ચકલી માળાથી કોરોના કાળે શરૂ કરેલ પ્રવૃતિ આજેય થતી રહી છે.
તાજેતરમાં આત્મેશ્વર મહાદેવનાં સાંનિધ્યે બેસી રણછોડનગર સોસાયટીનાં સભ્યો પોતાનાં મનની વાતો આદાન-પ્રદાન કરતા હોય છે. આવી પ્રકૃતિ પ્રેમની વાતો કરતા આ યુવાઓની જનર મંદીરનાં ઓટા પર ખડકાયેલ ગરબા તરફ જતાં ગરબામાંથી ચકલીનાં માળા કેમ બનાવવાતરફ ચર્ચા થઇ, નવરાત્રીનાં દિવસો પુરા થતાં ગૃહિણી પોતાનાં ઘરે સ્થાપના કરેલ માટીનાં ગરબાને મંદીર પરીસરમાં આસ્થા સાથે વિસર્જન કરવા મુકી જતી હોય છે. આવા એકત્રીત થયેલ ગરબાને રણછોડનગર સોસાયટીનાં મિત્રોએ વિચાર્યુ કે આપણે પુઠાનાં બોક્ષમા ચકલીનાં માળા બાંધીએ છીએ તેની જગ્યાએ ગરબાને તારથી બાંધીને માળા સ્વરૂપે વૃક્ષની ડાળીએ કે મકાનની અટારીએ લગાડીએ તો કેવુ…. બસ આ જ વાતને સૈાએ એકી અવાજે વધાવી લીધી અને બજારમાંથી તાર(વાયર) લાવી ગરબાને મજબુતીથી બાંધી ને મંદીર પરીસર અને સોસાયટીનાં સાર્વનીક પ્લોટ કે જ્યાં આ મિત્રોએ સાથે મળી વૃક્ષોનું સંવર્ધન કરેલ છે તેમાં ઝાડની ડાળીઓ પર કોઇ ઘરનાં આંગણાનાં વૃક્ષો પર ગરબાનાં યોગ્ય સકારાત્મક ઉપયોગથી માળાનું નીરૂપણ કર્યુ છે.
મહેશ કથીરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
*અબડાસા તાલુકાના નલિયા થી ૮ કિલોમીટર ની અંતરે આવેલ મુઠીયાર ગામે શ્રી નીલકંઠ મહાદેવ ની જલાધારી તેમજ રુદ્રી અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.*
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા