September 8, 2024

અમદાવાદ સ્થિત રેપિડ એક્શન ફોર્સ પ્લાટુન ની ઉમલ્લા નગર ખાતે ફ્લેગ માર્ચ…

Share to

રિપોર્ટ / સતીશ વસાવા ઝગડીયા

ચૂંટણીને ધ્યાને લઈ કાયદો અને વ્યવસ્થાને લઇ ઝગડીયા ઉમલ્લા રાજપારડી પોલીસ હદ વિસ્તારમાં માં ફ્લેગ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું…

આજરોજ ઝગડીયા તાલુકાના ઉમલ્લા નગરના વિવિધ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સની ફ્લેગ માર્ચ યોજાઈ હતી આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઇ સમગ્ર ભરૂચ જિલ્લા માં આયોજન કરવામાં આવ્યું હતું.

રેપિડ એક્શન ફોર્સ સાથે સ્થાનિક પોલીસ પણ જોડાઈ હતી. આ ફ્લેગ માર્ચ ઉમલ્લા નગર ના વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોઈ જેને ધ્યાનમાં લઈ કાયદો અને વ્યવસ્થા દરેક ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિનું અવલોકન કરી ત્યાં શાંતિ જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની ભવિષ્યમાં અશાંતિ ન ફેલાય તેવા હેતુસર ચૂંટણીઓ અગાઉ વિસ્તારનો તાક મળે તે માટે ઉમલ્લા નગરના વિવિધ વિસ્તારો અને જાહેર માર્ગો ઉપર રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી….

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed