September 8, 2024

નેત્રંગ તાલુકા ના ગામો અન્ય પોલીસ સ્ટેશન મા હતા તેવા ૨૧ ગામોનો આજ થી નેત્રંગ પોલીસ સ્ટેશન મા સમાવેશ થશે.

Share to

ઝધડીયા પોલીસ સ્ટેશન માંથી ૮, ઉમલ્લા પોલીસ સ્ટેશન  માંથી ૧૨ અને રાજપીપળા પોલીસ સ્ટેશન માંથી ૧ મળી કુલ ૨૧ ગામોનો સમાવેશ થયો.

પ્રજામા આનંદ ની લાગણી ફરીવળી છે.

નેત્રંગ તાલુકા મામલતદાર તેમજ ટીડીઓ ના તાબા હેઠળ આવતા તાલુકા ના ૨૧ ગામો કે જેઓનો સમાવેશ અન્ય તાલુકા ના પોલીસ સ્ટેશન મા હતો. તેવા તમામ ગામોનો આજ થી તા ૧૬ ઓકટોબર થી નેત્રંગ પોલીસ સ્ટેશન મા સમાવેશ થતા પ્રજા મા આનંદ ની લાગણી ફરી વળી છે.

રાજય સરકાર થકી ગરીબ પ્રજા ના સરકારી કામો ધેર બેઠા થાય અને આથિઁક નુકસાન ના વેઠવુ ના પડે તે હેતુઓને લઇ ને નવા જીલ્લા, નવા તાલુકાઓ ની રચના કરવામા આવેલ જેમા વાલીઆ – ઝધડીયા તાલુકા નુ વિભાજન કરી નેત્રંગ તાલુકાની રચના કરવામા આવેલ.

જ્યારે જેતે સમયે નેત્રંગ પોલીસ સ્ટેશન ની પણ રચના કરવામા આવેલ તેવા સમયે તાલુકા ૭૮ ગામો પૈકી ૨૧ ગામોનો અન્ય તાલુકા ના પોલીસ સ્ટેશન મા જ સમાવેશ હતો.
જેને લઇ ને તાલુકા ની ૨૧ ગામો ના લોકોને છેલ્લા સાત, આઠ વર્ષ થી હેરાનપરેશાન થતા હતા કારણકે તાલુકા ની કોટ નેત્રંગ. મામલતદાર કચેરી નેત્રંગ, તાલુકા પંચાયત નેત્રંગ. જ્યારે પોલીસ સ્ટેશન નો ઝધડીયા. ઉમલલા .તેમજ  રાજપીપળા હોવાને લઇ ને પ્રજા પોલીસ લફરાને લઇ ને તોબાપોકારી ઉઠતી હતી.

જેને લઇ ને તમામ ગામો નો નેત્રંગ પોલીસ સ્ટેશન મા જ સમાવેશ કરવાની પ્રજાની વારંવાર ની માંગ ને લઇ ને
   સરકારશ્રી ના ગૃહ વિભાગ ના અમુખ  હેઠળ તા,૨૮-૦૭-૨૦૨૧ના ઠરાવથી નેત્રંગ તાલુકાના ગામો કે જે હતા તે નેત્રંગ તાલુકા ના ઝધડીયા પોલીસ સ્ટેશન ના આઠ ગામો જેમા ( ૧ ) અસનાવી  (૨) મોટામાલપોર  (૩ ) ઝરીયા (૪ ) નવાપરા (૫) કોલીવાડા (૬) ગંભીરપુરા (૭) ગોરાટીયા (૮) કોટીયામુહ . ઉમલ્લા પોલીસ સ્ટેશન ના ૧૨ ગામો જેમા (૧) ખાખરીયા (૨) સજજનવાવ (૩) કોલીયાપાડા (૪) રાજાકુવા (૫) પાડા (૬) મંગુજ (૭).મચાબડી (૮) ધોલેખામ (૯) કાકરપાડા (૧૦) વાંકોલ (૧૧) ઉમરખેડા (૧૨ ) વણખુંટા તેમજ નમઁદા જીલ્લા ના રાજપીપળા પોલીસ સ્ટેશન મા સમાવેશ થયેલ (૧) મોવી
આમ કુલ્લે ૨૧ નેત્રંગ તાલુકા ના ગામો નો અન્ય તાલુકા પોલીસ સ્ટેશન મા હતા તે ગામોનો સમાવેશ તા ૧૬ મી ઓકટોબર ૨૦૨૨ થી નેત્રંગ પોલીસ સ્ટેશન મા સમાવેશ કરવાનો ઓર્ડર ભરૂચ જીલ્લા પોલીસ વડા લીના પાટીલ દ્રારા તા ૧૪ ઓકટોબર ૨૦૨૨ના પત્ર થી હુકમ કરતા તાલુકા ના ૨૧ ગામો ની ગરીબ આદિવાસી પ્રજામા આનંદની લાગણી ફરીવળી છે.જો કે વાલીઆ તાલુકા ના ૧૨ ગામો જે નેત્રંગ પોલીસ સ્ટેશન ના તાબા હેઠળ આવતા હતા જોકલા,પઠાર, કોયલીવાવ, દોલતપુર, ચંદેરીયા, શીર, દેવનગર, દાજીપરા, મોદલિયા, ચોટલિયા, નવાનગર, સુકવના વાલિયા પોલીસ સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે

દૂરદર્શી ન્યૂઝ વિજય વસાવા નેત્રંગ


Share to

You may have missed