September 8, 2024

બોડેલી તાલુકાના ચાપરગોટા ગામના ખેતરમાં હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવતા પંથકમાં ચકચાર

Share to



બોડેલી તાલુકાના જબુગામ ચાપરગોટા રોડ પર જબુગામ ના વ્યક્તિની ખેતરમાં હત્યા કરેલી હાલતમાં લાશ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર જોવા મળી રહી છે માહિતી મળ્યા મુજબ આ વ્યક્તિનું નામ દલપત ભાઈ હોય તેમ જાણવા મળ્યું છે રાત્રે 8 વાગ્યા ની આસપાસ આ બનાવ બન્યો હોય તેમ જાણવા મળ્યું છે હત્યાની જાણ થતા લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા રાત્રિના સમયે જબુગામ થી અને ચાપરગોટા થી બોડેલી થી લોકો ઘટના સ્થળે આવ્યા હતા
હત્યાનું કારણ અકબંધ જોવા મળી રહ્યું છે બોડેલી પોલીસ એલસીબી પોલીસ સહિત કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો લાશને પોસ્ટમોર્ટમ માટે જંબુગામ ખાતે ખસેડી દેવામાં આવી હતી પોલીસે સમગ્ર મામલાની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed