September 7, 2024

આગામી ટૂંક સમયમાં આવી રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં વિજય ભૂમિ બોડેલીમાં સભા સભા ગજવે તેવા સ્પષ્ટ એંધાણ.

Share to


PM નરેન્દ્રભાઇ મોદી ના કાર્યક્રમ ને લઇ તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હોઇ બોડેલી નગર માં પણ મોદી ના કાર્યક્રમ ને લઈ કાર્યકરો તેમજ નગર જનો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે !!
જિલ્લા કલેકટર સહિત વહીવટી તંત્રએ હેલીપેડ સ્થળ તેમજ પાર્કિંગ સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કરવા માં આવ્યુ
જાણવા મળ્યા મુજબ આગામી ટૂંક સમયમાં આવી રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા બોડેલી માં આગામી 20 મી તારીખ ની આસપાસ સભા સંબોધે તેવા સ્પષ્ટ એંધાણ આજ રોજ છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ,DDO, સહિત ના વહીવટી તંત્ર એ હેલિપેડ સ્થળ તેમજ સભા માં આવનારા જન મેદની માટે પાર્કિંગ વ્યવસ્થા માટે ના સ્થળની મુલાકાત લીધી અને સ્થાનીક આગેવાનો ની ઉપસ્થિતિ માં સ્થળ નિરીક્ષણ કરી જરૂરી સલાહ સુચનો કર્યા હતા
બોડેલી ની ભૂમિને વિજય ભુમિ માનવામાં આવે છે અને અહીં PM નરેન્દ્ર મોદી આગામી ટૂંક સમયમાં બોડેલી ખાતે જંગી સભા સંબોધ સે

મધ્ય ગુજરાતમાં વિજય ભૂમિ તરીકે ઓળખાતા બોડેલી થી પ્રચાર શરૂ કરવામાં આવે છે ત્યારે દોઢ મહિના પહેલા પણ આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ પણ બોડેલી ખાતે સભા સંબોધી હતી. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ચૂંટણી પ્રચાર ના શ્રી ગણેશ અહીં થી શરૂ કરતાં હતા અને તેમના સંબોધનમાં પણ બોડેલીને વિજય ભૂમિ ગણાવી હતી ત્યારે આ વિજય ભૂમિમાં નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં આવવાના હોય તેની તૈયારીઓના ભાગરૂપે કલેકટર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું
ફોટા મેલ કર્યા છે
ફોટા લાઇન….. નરેદ્ર મોદી ની સભા ને લઇ છોટાઉદેપુર કલેક્ટર દ્વારા હેલિપેડ સ્થળ તેમજ પાર્કિંગ સ્થળની મુલાકાત લીધી તે વેળા ની તસ્વીર


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed