September 8, 2024

નેત્રંગ નગર મા વરસાદી પાણી સાથે કચરો કાઢવા બાબતે આડોપડોશ મા રહેતા બે સંગાભાઇઓ વચ્ચે ઝધડો થતા.બે કાકા બે ભાઇઓ એ ભત્રીજાનુ માથુ ફોડી નાખતા ખાનગી હોસ્પિટલ મા સારવાર હેઠળ જ્યારે ભાઇને હાથમા સપાટા મારતા ફેકચર.

Share to



નેત્રંગ. તા,૧૧-૧૦-૨૦૨૨.

નેત્રંગ નગર મા વરસાદી પાણી સાથે કચરાનો નિકાલ કરતા અડોપડોશ મા રહેતા બે સંગાભાઇના કુટુંબ વચ્ચે ઝધડો થતા ભત્રીજાનુ માથુ ફોડી નાખતા તેમજ ભાઇ ને હાથ મા સપાટા મારતા અંકલેશ્વર ની ખાનગી હોસ્પિટલ મા સારવાર હેઠળ બનાવ ને લઇ ને નગર ભરમા ચકચાર મચી જવા પામી છે.
તો બીજી તરફ નગર ભરમા રોડ રસ્તાઓ પર પડેલ ખાડાઓ ને લઇ ને ઠેરઠેર ભરાતા વરસાદી પાણી તેમજ ગ્રેર કાયદેસર રોડ ટચો ટચ થયેલા દબાણો પણ ઝધડાનુ કારણ હોવાનુ ચચાઁઇ રહ્યુ છે. આ બાબતે ગ્રામપંચાયત વહીવટી તંત્ર કાયક કરશે ખરુ ???
નેત્રંગ નગર મા જવાહરબજાર વિસ્તાર મા મેઇન રોડ પર રેલ્વે વિભાગ ની જગ્યા મા  યુ. પી થી આવીને ટેલરીગ નો ધંધો કરતા બે સંગાભાઇઓ ની દુકાન તેમજ રહેઠાણ અડોપડોશ મા જ છે. જેમા તા, ૯ ઓકટોબર ના રોજ બપોર ના ૧૨ થી ૧ ના સમય ગાળા દરમ્યાન બનેલ બનાવ મુજબ આરઝુ ટેલર નામ ની દુકાન તેમજ રહેઠાણ એક જ હોય. આ દુકાન માંથી કચરો બહાર કાઢી વરસાદી પાણી સાથે નિકાલ કરી રહેલ નઇમ ઉર્ફે ગુંગો ઇલયાસ શાહ ને તેઓ ની બાજુમા દુકાન તેમજ રહેઠાણ ધરાવતા તેઓના ભાઇ ફારૂક રહે છે. કચરો તેમજ વરસાદી પાણી નિકાલ કરી રહેલા નઇમ ને તેની ભત્રીજી શહેરાબાનુ એ કાકાને કહેલુ કે કચરો તેમજ વરસાદી પાણી તમો અમારી દુકાન તરફ ના કાઢો આમ કહેવા જતા નઇમ ગુસ્સે થઇ ને ગાળા ગાળી કરવા લાગેલ અને પોતાની દુકાન ધર માથી લાકડાનો સપાટો લાવેલ અને શહેરાબાનુ સાથે ગાળા ગાળી કરતા શહેરાબાનુ નો ભાઇ ઇરફાન ફારૂક કાકા નઇમ ને કહેવા લાગેલ કે મારી બહેન સાથે ગાળા ગાળી ના કરો આ સમય દરમિયાન નઇમ નુ ઉપરાણુ લઇ  ઝમીર ઇલયાસ શાહ, મહંમદ અલી ઝમીર, સલમાન નઇમ શાહ, ફરીદા નઇમ શાહ, મસીહા ઝમીર શાહ. પણ બહાર લોખડાનો પાઇપ તેમજ લાકડા ના સપાટા લઇ ને આવેલ અને ગાળા ગાળી કરતા હતા, શહેરાબાનુ નો ભાઇ ઇરફાન ફારૂક ને કાકા નઇમે માથા ના પાછળ ના ભાગે તેમજ ઉપર ના ભાગે બે ત્રણ સપાટા મારી દેતા માથા માથી પુષકળ લોહી નિકળવા લાગેલ મહંમદ અલી નઇમે પણ ઇરફાન ને માથા મા લોખડ નો પાઇપ મારી દીધો હતો. જ્યારે ઝમીર ઇલયાસે તેમજ સલમાન નઇમે પણ ઇરફાન ને લાકડા ના સપાટા માથા ના ભાગે તેમજ શરીર ના અન્ય ભાગે સપાટા મારેલ આ મારામારી દરમિયાન શહેરાબાનુ પોતાના ભાઇ ને બચાવા જતા તેને પણ ફરીદા નઇમ, તેમજ મસીહા ઝમીરે નીચે પાડી દઇ ઢીકા પાટુ નો માર મારેલ ઇરફાન ના પિતા ફારૂક મહંમદ ને પણ લાકડા ના સપાટા મારતા હાથ મા ફેકચર થયેલ આ લડાઈ ઉગ્ર બનતા આજુબાજુ ના દુકાનદારો તેમજ અન્ય લોકો વચ્ચે પડતા એક બીજાને છોડાવેલા ઇરફાન તેમજ ફારૂકભાઇ ને નેત્રંગ ના સરકારી દવાખાને સારવાર માટે લઇ જવામા આવ્યા હતા. જયા હાજર તબીબીએ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અઁથે બન્ને બાપા બેટાને અંકલેશ્વર ખાતે ની ખાનગી હોસ્પીટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામા આવીયા હતા. સારવાર લઇ રહેલા ઇરફાન ફારૂકે હોસ્પિટલ ખાતે થી નેત્રંગ પોલીસ ને પોતાની ફરીયાદ નોંધાવી હતી.

*દૂરદર્શી ન્યૂઝ વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed