September 7, 2024

ડેડીયાપાડામાં પંજાબના કેબિનેટ મંત્રી અમન અરોરા દ્વારા જન સંવાદનો કાર્યક્રમ યોજાયો.ચૈતર વસાવાની આમ આદમી પાર્ટીમાં એન્ટ્રી બાદ પ્રથમ સભામાં માનવ મેદની ઉમટી.

Share to






દેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પંજાબના કેબિનેટ મંત્રી અમન અરોરાની ઉપસ્થિતિમાં પારસી ટેકરા થી રેલી કાઢી બિરસા મુંડા ચોક થઈ વેરાઈ માતાના મંદિરે પહોંચી હતી. ત્યાં પંજાબના કેબિનેટ મંત્રી અમન અરોરા દ્વારા જન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી. જન સંવાદ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી દ્વારા કેજરીવાલ સરકારની શિક્ષણ, વીજળી, રોજગાર, તેમજ આરોગ્ય લક્ષી યોજનાઓની પ્રસંશા કરી હતી. અને આવનાર વિધાનસભાની ચૂંટણીમાં મોંઘવારી, શિક્ષા, રોજગાર તેમજ આરોગ્ય જેવા મુદ્દા આમ આદમી પાર્ટીની પ્રાથમિકતા રહેશે એમ મંત્રીએ જણાવ્યું હતું. આ સાથે કોંગ્રેસ અને બી.જે.પી. પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ આવનાર વિધાનસભા ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ ને કડી ટક્કર આપી ખૂબ સારું પ્રદર્શન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ચૈતર વસાવાની બિટીપીમાંથી આમ આદમી પાર્ટીમાં પ્રવેશ બાદ ડેડીયાપાડા માં આ પ્રથમ રેલી તેમજ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ચૈતર વસાવા ના સમર્થકો જોડાયા હતા.
આ કાર્યક્રમમાં ડૉ.કિરણભાઈ વસાવા સહ સંગઠન મંત્રી એસ.સી. એસ.ટી.ગુજરાત પ્રદેશ આપ, ચૈતરભાઈ વસાવા આપ નેતા, નિરંજન વસાવા ઉપ પ્રમુખ ગુજરાત આપ, ધર્મેન્દ્ર ગોહિલ પ્રમુખ નર્મદા આપ, ડેડીયાપાડા તાલુકા પ્રમુખ રાજેન્દ્રભાઈ વસાવા, ડો.દયારામભાઈ વસાવા, વકીલ હરિસિંહ વસાવા સહિત ડેડીયાપાડા તથા સાગબારા તાલુકાના આપ પાર્ટીનાં આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિનેશ વસાવા
દૂરદર્શી ન્યૂઝ
ડેડીયાપાડા


Share to