September 7, 2024

આઇફોનનાં સ્પેરપાર્ટ હવે બનશે સુરતમાં

Share to





એપલ દ્વારા સુરતની હીરા એન્જિનિયરિંગ કંપની સાથે એમઓયુ કરવામાં આવ્યું છે. જે અનુસાર હવે એપલનાં પાર્ટસ ભારતમાં બનશે. ટૂંક સમયમાં જ તેનું પ્રોડક્શન શરૂ કરવામાં આવશે. એપલે ચીનની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ પૂરો થયાં બાદ સુરત ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે.એપલ મોબાઈલમાં વપરાતાં સ્પેરપાર્ટ હવે સુરતમાં બનશે. સુરતની હીરા એન્જિનિયરિંગ કંપની સાથે સંકળાયેલી જાણીતી કંપનીએ એપલ સાથે આ મુદ્દે કરાર કર્યો છે. જેમાં સુરતની કંપની એપલ કંપનીનાં મોબાઈલ ફોનના સ્પેરપાર્ટ્સ એન્જિનિયરિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરશે. ચીનમાં સ્પેરપાર્ટ્સ બનાવતી કંપની સાથે કોન્ટ્રાક્ટ પૂર્ણ થયાં બાદ એપલ કંપની દ્વારા સુરતની એન્જિનિયરિંગ કંપનીને કામ સોંપવામાં આવ્યું છે.એપલ દ્વારા સ્પેરપાર્ટ્સનાં ઉત્પાદન માટે વૈશ્વિક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. વિશ્વની વિવિધ કંપનીઓ દ્વારા ટેન્ડરો પણ ભરવામાં આવ્યાં હતાં. જેમાં સુરતની એક હીરા એન્જિનિયરિંગ કંપનીને આ ટેન્ડર લાગ્યું છે. સુરતની કંપનીનાં ભાવ સહિતની શરતોને ધ્યાનમાં લઈને એપલે સુરતની કંપની સાથે એમઓયુ કર્યા છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે સોમવારે કહ્યું કે Apple કોર્પોરેશન એરપોડ્સનું ઉત્પાદન ભારતમાં શિફ્ટ કરી રહ્યું છે.


રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત


Share to

You may have missed