September 7, 2024

દિલ્હીમાં AAPનાં નેતાનાં નિવેદનનાં સુરતમાં સતત બીજા દિવસે પડઘા

Share to




દિલ્હી ખાતે આમ આદમી પાર્ટીના મંત્રી દ્વારા હિન્દુ દેવી દેવતાઓ માટે કરેલા નિવેદન બાદ તેનાં પડઘા સુરતમાં પડી રહ્યાં છે. સુરતમાં ગઈકાલે આપ વિરોધી બેનર હોર્ડિંગ્સ લાગ્યાં બાદ આજે ગોડાદરા વિસ્તારમાં હિન્દુ સંગઠન દ્વારા રેલી કાઢીને વિરોધ કરવામાં આવ્યો હતો. આપ નાં નેતાઓ સામે ઉગ્ર વિરોધ બાદ અચાનક કેટલાક લોકોએ આપ ની ઓફિસ સામે દેખાવો કરીને તોડફોડ કરી હતી જેનાં કારણે મામલો ગરમાયો છે. આપ નાં મંત્રી દ્વારા દિલ્હી ખાતેનાં એક સંમેલનમાં હિન્દુ દેવી દેવતાઓ અંગે કરેલી ટિપ્પણી સામી ચુંટણીએ આપ માટે મુશ્કેલી ઉભી કરી રહી છે. આપ ના વધતા જતા પ્રભાવ વચ્ચે આ ટિપ્પણીથી અનેક લોકોની લાગણી ને ઠેસ પહોંચી છે. તો બીજી તરફ ગઈકાલે રાતોરાત સુરત સહિત ગુજરાતના અનેક શહેરોમાં કેજરીવાલ વિરોધી બેનર લાગ્યાં તેમાં કેજરીવાલ અને આપ પાર્ટી હિન્દુ વિરોધી પાર્ટી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બેનર પોસ્ટર બાદ આજે સુરતનાં ગોડાદરા વિસ્તારમાં કેટલાક હિન્દુ સંગઠન દ્વારા રેલી કાઢવામાં આવી હતી. ગોડાદરાનાં મહારાણા પ્રતાપ ચોક ખાતે બજરંગ સેનાં દ્વારા આપ નાં મંત્રીનાં નિવેદનનો આક્રોશપૂર્ણ રીતે વિરોધ કરવામા આવ્યો હતો. ભગવાનને માનતા નથી તો વોટ કેવી રીતે માગો છો આ ઉપરાંત અમારી આસ્થા સાથે ખિલવાડ કરવામા આવે છે તે સહન નહીં કરવામાં આવે તેવા સૂત્રોચાર કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ અચાનક જ માધવ શોપિંગ સેન્ટરમાં આવેલા આપ નાં કાર્યાલય નાં બેનર પર ગુસ્સો કાઢવામાં આવ્યો હતો. બેનર ફાડી ને સળગાવી દેવામાં આવ્યું હતું જેના કારણે દોડધામ થઈ ગઈ હતી. આ વિરોધનાં કારણે આસપાસનાં વિસ્તારોમાં અફરા તફરીનો માહોલ થઈ ગયો હતો. આ વિરોધ બાદ આગામી દિવસોમાં આ આ વિવાદ વધુ વકરે તેવાં એંધાણ વર્તાય રહ્યાં છે



રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત


Share to

You may have missed