September 8, 2024

સુરતમાં કોંગ્રેસનાં 36 કલાકનાં ઉપવાસ મામલે કાર્યકરોની ધરપકડ

Share to





સુરત કોંગ્રેસનાં 36 કલાકનાં ઉપવાસ મામલે 20થી વધુ નેતાં કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી છે. પરમિશન વગર કાર્યક્રમ કરતાં અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસનાં કાર્યકરો પર પાસા જેવા ગંભીર ગુના દાખલ કરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવાયો છે. 36 કલાકનો ઉપવાસ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવાયો છે કે ભાજપનાં સીધા આશીર્વાદથી કોંગ્રેસનાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.તેનાં વિરુદ્ધમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સવારે ૯- કલાકથી ઉપવાસ શરૂ કરવામાં આવ્યાં હતાં. સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ, કાર્યકારી પ્રમુખો દ્વારા ગાંધી પ્રતિમા,ચોક બજાર ખાતે શાંતિપૂર્ણ ઉપવાસ પર બેસવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે, કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી છે.


રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત
DNS NEWS


Share to

You may have missed