જૂનાગઢ જિલ્લાના ઉદ્યોગપતિ બિપીનભાઈ રામાણી, પ્રફુલભાઈ દેસાઈ, ભુપતભાઈ ભાયાણી, અરવિંદભાઈ ઘરડેશિયા વગેરે હાજર રહ્યા જૂનાગઢ તાલુકાના બામણગામ ખાતે આશરે રૂ.૮૦ લાખથી વધુના ખર્ચે આકાર લેનાર લેઉવા પટેલ સમાજના નૂતન ભવનનો શિલાપુજન સમારોહ અગ્રણી દાતાઓ, આગેવાનો અને વિશાળ સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં યોજાયો હતો.
આ પ્રસંગે આગેવાનો અને દાતાઓ દ્વારા સમાજ માટે જરૂર પડે ત્યારે તન-મન-ધનથી સહકાર આપવાની ખાતરી આપી હતી. બામણગામમાં લેઉવા પટેલ સમાજના નવા ભવનના શિલાપુજન કાર્યક્રમના પ્રારંભે વિનય ઈન્ડસ્ટ્રીઝ લિમીટેડના પ્રતિનિધિ અને સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. દાતાઓના સહયોગથી આજ સુધીમાં
૩૫ ગામોમાં લેઉવા પટેલ સમાજ ભવનના નિર્માણ થઈ ચૂક્યા છે. આ બદલ તેમણે દાતાઓ અને આ કાર્યમાં સહયોગી તમામ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સમારોહમાં ખાસ હાજર અગ્રણી ઉદ્યોગપતિ અને યુવા આગેવાન બિપીનભાઈ રામાણીએ સમાજની એકતા અને અખંડિતતા પર ભાર મુકતા યુવાનોને સમાજ સેવામાં જોડાવા હાકલ કરી હતી. અગ્રણી ઉદ્યોગપતિ પ્રફુલભાઈ દેસાઈએ સમાજને જ્યાં પણ જરૂર પડે ત્યાં હમેંશા સાથે ઉભા રહેવાની ખાતરી આપી હતી. રાજકીય યુવા આગેવાન ભુપતભાઈ ભાયાણીએ યુવાનોને સંગઠીત બનવા અને સમાજ ઉપયોગી કાર્યમાં લાગી જવા અનુરોધ કર્યો હતો. તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ ઘરડેશીયાએ ગામડાના વિકાસ પર ભાર મુકી આવા સમાજ ભવનો સામાન્ય લોકોને ઉપયોગી થશે, તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે મેટ્રો આર્કિટેક્ટના અમિતભાઈ પટેલ, મનિષભાઈ હિરપરા, ચોકી ગામના આગેવાન રસિકભાઈ ગજેરા વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બામણગામના સમસ્ત લેઉવા પટેલ સમાજના પ્રમુખ પારસભાઈ ગજેરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ હિરપરા, વિશાલભાઈ ગજેરા, સવજીભાઈ ગજેરા, છગનભાઈ હિરપરા, ફાલ્ગુનભાઈ ગજેરા તેમજ ગામ આગેવાનો અને યુવાનોની ટીમે જહેમત ઉઠાવી હતી.
મહેશ કથીરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,