September 7, 2024

આંગણવાડીના બાળકો માટે રંગારંગ કાર્યક્રમ અને અને માતાઓ માટે બાળવિકાસલક્ષી માહિતી માટેનો ભૂલકા મેળો યોજાયો.ટીચિંગ લર્નિંગ મટીરીયલનું પ્રદર્શન, સેલ્ફી પોઈન્ટ, બાળકોની વેશભૂષા, ગરબા અને નૃત્યો દ્વારા કાર્યક્રમને સફળ બનાવાયો.

Share to



આઈ.સી.ડી.એસની છોટાઉદેપુર શાખા, જિલ્લા પંચાયત અને આંગણવાડીની બહેનો દ્વારા છોટાઉદેપુરના દરબાર હોલમાં નાના ભૂલકાઓ માટે આજે એક વિશિષ્ટ પ્રકારનો ‘ભૂલકા મેળો’ યોજવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામ અન્ય પ્રોગ્રામ કરતા જરા અલગ પ્રકારનો હતો અને ખાસ કરીને નાના ભૂલકાઓને સમર્પિત હતો.
નવી શિક્ષણ નીતિમાં પણ 3 થી 6 વર્ષના બાળકોને એટલે કે પ્રી-પ્રાઈમરી કક્ષાના બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં સમાવી લેવાની ભારપૂર્વક વાત કરવામાં આવી છે. આ વય કક્ષાના બાળકોની બુદ્ધિમાં 80 ટકા જેટલો માનસિક વિકાસ થઈ જતો હોય છે. માટે આ પ્રોગામમાં બાળકો, માતાઓ, કિશોરીઓ અને આંગણવાડીના કાર્યકર બહેનો માટે આ વયકક્ષાને ધ્યાનમાં રાખીને આ રંગારંગ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
34 વર્ષ બાદ રજૂ થયેલી કેન્દ્ર સરકારની આ શિક્ષણ નીતિને અનુલક્ષીને રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકોના સર્વંગિક વિકાસ અને તેઓનું સામૂહિક મૂલ્યાંકન થાય તે માટે આવો અવેરનેસ પ્રોગામ સૂચિત કરવામાં આવ્યો હતો.
આજરોજ છોટાઉદેપુરના દરબાર હોલમાં 100 કરતા વધારે બાળકો અને 300 કરતા વધારે વાલીઓ માતાઓ અને આંગણવાડીના કાર્યકરો લાભાન્વિત થયા હતા. કાર્યક્રમમાં પ્રો.શંકરભાઈ રાઠવા, જીલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, મહિલા મોરચાના સજ્જનબેન રાઠવા, શર્મિષ્ઠાબેન, વિલાસબેન, લીલાબેન, મેહુલ પટેલ, આઈસીડીએસના પી.ઓ પારૂલબેન વસવા, કર્મચારીઓ, આંગણવાડીના કાર્યકર બહેનો, ભૂલકાઓના માતાઓ અને નાના નાના ભૂલકાઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમના અધ્યક્ષ એવા શંકરભાઈ રાઠવાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આ બાલધન અને તેમના પોષણના રક્ષક જશોદાબેનો આપણા સૌ માટે ગૌરવની બાબત છે. નરેન્દ્રભાઈ મોદી નારી શક્તિને ઉજાગર કરવા અથાગ પ્રયત્ન કરે છે અને તેનું પરિણામ આજે આપણને ભારતના ખૂણે ખૂણે દેખાઈ રહ્યું છે. નારી શક્તિ એટલે સાક્ષાત લક્ષ્મી. દીકરી એટલે તુલસીનો ક્યારો. આપણા માટે સ્ત્રી ખૂબ શુકનિયાળ છે. માટે આવા પ્રોગામ થાય તો સમાજનું જરૂર ઉત્થાન થાય છે. આ બધા ભૂલકાંઓ ભવિષ્યમાં એક-એક પરિવાર ને તારી દેવાના છે. તેઓએ ઉમેર્યું હતુ કે આવો પ્રથમ વખત થતો આ પ્રકારનો પ્રોગ્રામ ખૂબ સરહનીય છે અને જેને પણ આ વિચાર આવ્યો તે એક સર્જનાત્મક વિચાર છે. મલકાબેને પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આવા સુવિધાયુક્ત અને દ્રશ્ય શ્રાવ્ય વાળા નંદ ઘરોમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રવૃતિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. કુમળા બાળકોના વિકાસમાં વિવિધ પ્રકારના સર્જનાત્મક માધ્યમથી શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવશે. આ પ્રસંગે મલકાબેને આંગણવાડી બહેનોનો પગાર ઓક્ટોબર મહિનાથી વધારો કરીને કુલ ૧૦ હજાર કરવામાં આવ્યો છે તેમજ મીની આંગણવાડીના બહેનોને પણ કાર્યકર બહેનોનો દરરજો આપવામાં આવ્યો છે તે સમાચાર આ બહેનો ને આપ્યા હતા.
કાર્યક્રમમમાં માતાઓ બહેનોને બાળકોના સર્વાંગીક વિકાસ અને પોષણ માટે જરૂરી માહિતી આપવા ઉપરાંત નાના નાં ભૂલકાઓ દ્વારા રંગારંગ સંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આંગણવાડીની બહેનો દ્વારા પોષણ ગરબો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જેમાં ‘સહી પોષણ, દેશ રોશન.. દેશ રોશન… સહી પોષણ..’ જેવા શબ્દો દ્વારા બહેનોએ માતાઓને બાળકોના પોષણ માટે ગરબા દ્વારા સંદેશ આપ્યો હતો. આંગણવાડીના બાળકોએ વિવીધ વેશભૂષા રજુ કરી મનચસ્ત મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમમાં વિવિધ આંગણવાડીના ઘટક તરફથી ટીચિંગ લર્નિંગ મટીરીઅલ નું પ્રદર્શન, બાળકો અને બહેનો માટે આકર્ષક સેલ્ફી પોઈન્ટ, રંગબે રંગી રંગોળી, અને તમામ પ્રેક્ષકો માટે આઈસીડીએસ દ્વારા નાસ્તાનું આયોજન રાખવામાં આવ્યું હતું. આઈસીડીએસ કચેરી દ્વારા માતૃશક્તિ યોજના, કિશોરીઓને આર્યનની ગોળીઓ, આંગણવાડીના બાળકોને ગણવેશ વગેરે સુવિધાઓ ની આવનાર બહેનોને માહિતી આપવામાં આવી હતી. અંતમાં આઈસીડીએસના પારૂલબેન વસવા દ્વારા તમામનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed