September 7, 2024

વાધઉંમર ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા રેશન કાર્ડ ધારકોને પૂરતું અનાજ ન આપી બારોબાર વેચી દેવામાં આવતા સંચાલકનું લાઇસન્સ રદ કરવાની માંગ સાથે ત્રણ ગામના લોકોએ પ્રાંત કચેરીએ રજુઆત કરી.

Share to





ડેડીયાપાડા વાઘઉંમર ગામે આવેલી સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાન સંચાલક દ્રારા રેશનકાર્ડ ધારકો ને પૂરતું અનાજ ન આપી સરકારી અનાજ બારોબાર વેચી નાખ્યા ના આક્ષેપ સાથે ત્રણ જેટલા ગામના રેશનકાર્ડ ધારકોએ દુકાન સંચાલકનું લાઇસન્સ રદ કરવાની માંગ સાથે પ્રાંત કચેરીએ રજુઆત કરી હતી.
વાધઉંમર ગામના સસ્તા અનાજની દુકાનના સંચાલક કુમરીયા ખાતરીયા વસાવા જેઓ વર્ષોથી સસ્તા અનાજની દુકાન ચલાવે છે. પરંતુ સંચાલક દ્વારા છેલ્લા પાંચ છ વર્ષથી રેશન કાર્ડ ધારકોને સરકારી ધારા ધોરણ મુજબ મળવાપાત્ર અનાજ પુરતા પ્રમાણ નહી આપી પોતાની મનમાની પ્રમાણે અનાજનું વિતરણ કરે છે. સંચાલક દ્વારા છેલ્લા પાંચ છ વર્ષથી દરેક કાર્ડ ધારકોને માત્ર ૨૦ કીલો ચોખા,૫ કીલો ઘઉ, અને ૧ કીલો ખાંડનું વિતરણ કરવામાં આવ્યું છે તેમજ છેલ્લા એક વર્ષેથી કેરોસીન આપવામાં આવ્યુ નથી. સરકાર દ્વારા મફત અનાજ આપવામાં આવેલ તે અનાજ પણ તમામ રેશનકાર્ડ ધારકોને મળેલ નથી. આ ઉપરાંત રેશનકાર્ડ ધારકો પાસેથી રૂા.૩૫૦/- થી રૂ. ૯૦૦/- સુધી પૈસા લેવામાં આવે છે પણ સરકારી ધારા ધોરણ મુજબ અનાજ ન આપી તેમાં ઉચાપત કરવામાં આવ્યાની ગ્રામજનોએ આક્ષેપો કર્યા હતા. ગ્રામજનોએ પ્રાંત કચેરીએ અરજી આપી દુકાન સંચાલકનું લાઇસન્સ રદ કરવાની માંગ કરી હતી તેમજ તેમ ન કરવામાં આવે તો વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

દિનેશ વસાવા
ડેડીયાપાડા
9909355809


Share to

You may have missed