વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી આગેવાન અનંત પટેલ થયેલા જાનલેવા હુમલાના પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતમાં પડ્યા છે ત્યારે ડેડીયાપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા હુમલો કરનારની તાત્કાલિક ધરપકડ કરી તેને કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી છે.
વાંસદાના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદિવાસી સેલના પ્રમુખ અનંત પટેલ ઉપર ખેરગામ ખાતે કરવમાં આવેલા હુમલાને પગલે હુમલો કરનાર દોષીતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ડેડીયાપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા ડેડીયાપાડા પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. ડેડીયાપાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વનરાજ વસાવાએ જણાવ્યું હતું કે એક ધારાસભ્ય પર થયેલો હુમલો ખુબ જ નિંદનિય છે. જો ગુજરાતમાં ધારાસભ્ય ની સલામતી ના હોય તો આમ જનતાનું શું ? જે આ ગુજરાતની સરકાર માટે ખૂબ જ ગંભીર બાબત છે. અનંત પટેલ હંમેશા આદિવાસી સમાજ માટે લડતા આવ્યા છે. જેમાં પાર તાપી, ભારતમાલ પ્રોજેક્ટ હોય એ તમામનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે રાજકીય કિન્નાખોરી રાજકીય હુમલો કરવામાં આવ્યો છે. જેનો અમે દેડીયાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આ હુમલાખોરોને તાત્કાલિક ધરપકડ કરી સજા કરવામાં આવે તેવી માંગ છે.
દિનેશ વસાવા
દૂરદર્શી ન્યૂઝ
ડેડીયાપાડા
9909355809
