September 8, 2024

ઝગડીયાના હનુમાન ફળિયામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક આરોપી ને ઝડપી પાડતી ભરૂચ LCB પોલીસ…

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ભરૂચ જિલ્લા ના ઝગડીયા ખાતે ગતરોજ મોડી રાત્રે પો.સ.ઇ.જે.એન.ભરવાડ તેમજ ભરૂચ એલ સી બી ની ટીમ ઝઘડીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીના આધારે ઝઘડીયા હનુમાન ફળીયામાં રહેતા મુકેશભાઈ રાવળ ના રહેણાંક મકાનની સામે ખુલ્લા મેદાનમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-૭૨૩ કુલ કિંમત રૂા.૭૨,૩૦૦/- પ્રોહીબીશન ના જથ્થા સાથે એક આરોપી નામ મુકેશભાઇ ઝિણુભાઇ રાવળ રહે.હનુમાન ફળીયા ઝઘડીયા જી.ભરૂચ નાઓ ને ઝડપી પાડ્યો હતો તેમજ એક અન્ય આરોપી નામ સતીષભાઇ ચંદુભાઇ વસાવા રહે.નવાગામ કરારવેલ તા.અંકલેશ્વર જી.ભરૂચ

નાઓ ને વોન્ટેડ જાહેર કર્યો હતો જયારે અન્ય પકડાયેલ આરોપી વિરૂધ્ધ પ્રોહીબિશનની એક્ટની સલંગ્ન કલમ લગાવી ઝગડીયા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે..

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed