September 7, 2024

ભરૂચ અને અંકલેશ્વરમાં ઈદ એ મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી-ઠેર ઠેર ભવ્ય ઝુલુસ નીકળ્યાનેત્રંગમાં ઇદ એ મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી

Share to




ઇસ્લામ ધર્મના અંતિમ પયગમ્બર હઝરત મહંમદ જેમને અલ્લાહે પોતે દેવદૂત જિબ્રાઈલ દ્વારા કુરાનનો સંદેશ આપ્યો હતો. મુસ્લીમ સમાજ હંમેશા તેમના માટે સંપૂર્ણ આદર ભાવ ધરાવે છે.આ દિવસે આખી રાત પ્રાર્થના ચાલે છે.મહમદ પયગંબરના પ્રતીકાત્મક પગલાઓના નિશાન પર પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસ પેગંબર મોહમ્મ્દ હજરત સાહેબને વંચાય છે અને તેમને યાદ કરાય છે. ઇસ્લામનું સૌથી પવિત્ર પુસ્તક કુરાન પણ આ દિવસે વાંચવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે નિયમોનું પાલન કરવાથી, તે લોકો અલ્લાહની નજીક જાય છે અને અલ્લાહની દયા તેના પર હોય છે ત્યારે નેત્રંગમાં મુસ્લિમ બિરાદરોએ ઇદે મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.નેત્રંગમાં ઈદ-એ-મિલાદ ઉજવણીના ભાગરૂપે મસ્જિદ ફળિયામાં મુસ્લિમ સમાજના બિરદારો એકત્રિત થયા હતા અને ઝુલૂસ કાઢી ઇદેમિલાદના પર્વની ઉજવણી કરી હતી.જે ઝુલુસ ગ્રામ પંચાયતથી પરત જવાહર બજાર થઈ ચાર રસ્તા ઉપર પહોંચ્યું હતું આ ઝુલુસમાં નાના બાળકો અને મુસ્લિમ બિરદારો જોડાયા હતા.

*દૂરદર્શી ન્યૂઝ વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed