September 8, 2024

વડાપ્રધાનશ્રીની ભરૂચ જિલ્લાના આમોદની મુલાકાતને લઈને ટ્રાફિકના નિયમન સંદર્ભે રૂટ ડાયવર્ઝન કરાયા

Share to


ભરૂચ:શનિવાર: આગામી તા.૧૦ ઓક્ટોબર ૨૦૨૨નાં રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જંબુસર ખાતે ”બલ્ક ડ્રગ પાર્ક ” ના ઉદ્ઘઘાટન કાર્યક્રમ અંર્તગત આમોદ પો.સ્ટેના રેવા સુગર ગ્રાઉન્ડ ખાતે પધારનાર છે. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, સંગઠનના હોદેદારો વગેરે મહાનુભાવશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં જાહેર જનતા ભાગ લેનાર છે.
વધુમાં આ કાર્યક્રમમાં આશરે ૧,૦૦,૦૦૦ (એક લાખ) જેટલી જનમેદની પધારનાર હોય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા સારૂ તેમજ ટ્રાફીક નિયમન માટે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકી રૂટ ડાયવર્ઝન આપવું આવશ્યક જણાતા અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એન.આર.ધાધલ, ભરૂચને મળેલ સત્તાની રૂ એ તા.૧૦ ઓકટોબર ૨૦૨૨ના રોજ સવારના ૦૬:૦૦ કલાક થી સાંજના ૧૮:૦૦ કલાક સુધી જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે આમોદ ખાતે પ્રોગ્રામમાં જતાં વાહનો સિવાય તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવા હુકમ કરવામાં આવે છે.
આ રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ૧) ભરૂચ તરફથી આમોદ પ્રોગ્રામમાં જતાં વાહનો સિવાયના તમામ વાહનો જંબુસર જવા માટે દયાદરા થઈ નબીપુરથી પાલેજ થઈ સરભાણ થઈ શમા હોટલ આમોદ થઈ જંબુસર તરફ જઈ શકશે.તથા ૨) જંબુસર તરફથી આમોદ પ્રોગ્રામમાં જતાં વાહનો સિવાયના તમામ વાહનો આમોદ શમા હોટલ થઈ સરભાણ થઈ પાલેજ તેમજ કરજણ તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.વધુમાં ૩) દહેજ તરફથી આમોદ પ્રોગ્રામમાં જતાં વાહનો સિવાયના તમામ વાહનો મુલેર ચોકડી (વાગરા) દેરોલ થઈ દયાદરા નબીપુરથી પાલેજ થઈ સરભાણ થઈ સમા હોટલ આમોદ થઈ જંબુસર તરફના રસ્તાનો ઉપયોગ કરી શકાશે.
વધુમાં આ કાર્યક્રમમાં ફરજ ઉપર હોય તેવા/ભાગ લેનાર અધિકારી/કર્મચારીશ્રીઓ તથા અન્ય હોદેદારોને આ જાહેરનામામાંથી મુક્તિ રહેશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચના એક જાહેરનામાં જણાવામાં આવ્યું છે.


Share to

You may have missed