DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢમાં પર્યટન વિકાસ માટે રાજ્ય સરકારની વધુ એક ભેટએતિહાસિક ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરનું રૂા.૩.૫ કરોડના ખર્ચે નવિનીકરણનું ખાતમુહૂર્ત અને દામોદરકુંડ સામે બોક્ષ કલ્વર્ટના કામના લોકાર્પણ કરતા પરિવહન મંત્રી અરવિંદભાઇ રૈયાણી

Share to




જૂનાગઢના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં રૂા.૩.૫ કરોડના ખર્ચે વિકાસલક્ષી કામગીરી કરી યાત્રિકોની સુવિધામાં થશે વધારો
દામોદરકુંડ સામે તૈયાર થયેલ બોક્ષ કલ્વર્ટ થી ટ્રાફીકની સમસ્યા દૂર થશે

જૂનાગઢના દોલતપરા સ્થિત પૌરાણિક જગ્યા જોગણિયા ડુંગર પાસે આવેલ ઇન્દ્રેશ્વર મંદિરના નવિનીકરણનો ખાતમુહૂર્ત અને દામોદરકુંડની સામે બોક્ષ કલ્વર્ટના કામનો લોકાર્પણ કાર્યક્રમ જૂનાગઢ જિલ્લાના પ્રભારીમંત્રી અને પરિવહન, નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણીના હસ્તે યોજાયો હતો.
ગિરનારની ગોદમાં જોગણિયા ડુંગરની તળેટીમાં અતિ પૌરાણિક શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ પ્રસિધ્ધ મંદિરના નવિનીકરણ માટે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજિત રૂા.૩.૮૧ કરોડના ખર્ચે ભોજનાલય, મલ્ટીપર્પઝ હોલ, ગૌશાળા, સિક્યુરિટી રૂમ, ટોઇલેટ બ્લોક, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ આજુબાજુના વિસ્તારની વિકાસની કામગીરી થશે.
તેમજ શહેરમાં આવેલ દામોદરકુંડ સામે બોક્સ કલ્વર્ટનું કામ રાજ્ય સરકારશ્રીની ગ્રાન્ટ અંતર્ગત સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત અંદાજીત રૂા.૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ કલ્વર્ટ બોક્સ, પ્રોટેક્શન વોલ, પેવર રોડ એન્ડ બ્યુટીફીકેશન વર્કનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

જૂનાગઢના પર્યટન અને તીર્થ સ્થળો ના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.આ વિકાસલક્ષી કામનો ખાતમુહૂર્ત, લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા લોકાની આસ્થા અને શ્રધ્ધાના કેન્દ્ર સમાન અતિ પૌરાણિક મંદિરોમાં નવીનિકરણની કામગીરી થઇ રહી છે. જેનાથી યાત્રિકોની સુવિધામાં વધારો થશે. તેમજ દામોદરકુંડ સામે રોડ થવાથી દર વર્ષ યોજાતા શિવરાત્રી મેળા, પરિક્રમામાં ટ્રાફીકનો પ્રશ્ન હલ થશે.

આ પ્રસંગે શ્રી મુક્તાનંદબાપુ તથા શ્રી શેરનાથ બાપુ, મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર, મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજેશ તન્ના, ડેપ્યુટી મેયરશ્રી ગીરીશભાઇ કોટેચા, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી હરેશભાઇ પરસાણા, શહેર ભાજપ પ્રમુખશ્રી પુનિતભાઇ શર્મા, શાસક પક્ષના નેતાશ્રી કિરીટભાઇ ભીંભા, પૂર્વ મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ, દંડકશ્રી અરવિંદભાઇ ભલાણી, શ્રી સંજયભાઇ કોરડિયા, શ્રી પ્રદિપભાઇ ખીમાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

મહેશ કથીરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed