September 4, 2024

નરેન્દ્રમોદી વિચાર મંચ ની રજુઆત ને લઇ ને.નેત્રંગ આરોગ્ય વિભાગ દ્રારા નગર મા ફોગીંગ કરવામા આવ્યુ.

Share to



નેત્રંગ. તા, ૦૮-૧૦-૨૦૨૨.

નેત્રંગ નગર મા પાણીજન્ય રોગચાળો હવામાન મા છાશવારે થઈ રહેલ ફેરફાર ને લઇ ને વકળી રહ્યો હોવાને  લઇ ને નરેન્દ્રમોદી વિચાર મંચ નેત્રંગ થકી આરોગ્ય વિભાગ મા રજુઆત કરવામા આવતા નગર ના કેટલાક વિસ્તારો મા ફોગીંગ ની પ્રકીયા હાથધરવામા આવી હતી.
        નેત્રંગ નગર મા છેલ્લા કેટલાક સમય થી વારંવાર હવામાન મા થઈ રહેલા ફેરફાર ને લઇ ને વરસાદ તેમજ તાપતડકો થતો રહેતો હોવાથી નગર ભરમા રોડ રસ્તાઓ પર પડેલા ખાડા ખબોચીયા મા ભરાતા પાણી તેમજ ઉભરાતી ગટરો ના પાણી ને લઇ ને પાણીજન્ય રોગચાળો નગર મા પોતાનો વિકરાળ પંજો ફેલાવી રહ્યો છે. તેવા સંજોગો મા નરેન્દ્રમોદી વિચાર મંચના ભરૂચ જિલ્લા પ્રમુખ બ્રિજેશ પટેલ તેમજ ઉપપ્રમુખ સંકેત પંચાલે નેત્રંગ આરોગ્ય વિભાગ ના અધિકારી ડૉ એ, એન, સીંગ ને રજુઆત આરોગ્ય વિભાગ થકી નગર ના ગાંધીબજાર તેમજ જલારામ ફળીયા વિસ્તાર મા મચ્છરોનો ઉપદ્રવ વધી જતા ફોગીંગ ની કામગીરી હાથ ધરવામા આવી હતી. નેત્રંગ ગ્રામપંચાયત ના તલાટી , સરપંચ થકી જન આરોગ્ય ની સુખાકારી માટે કોઇ પણ જાતની તકેદારી રાખવામા આવતી ન હોવાને લઇ ને નરેન્દ્રમોદી વિચાર મંચ ના કાયઁકરો પંચાયતે કરાવવા ની કામગીરી કરાવી રહ્યા છે.

*દૂરદર્શી ન્યૂઝ વિજય વસાવા નેત્રંગ*


Share to