September 8, 2024

જૂનાગઢના યુવા કંપની સેક્રેટરી જીજ્ઞેશભાઈ બુટાણીનું ઉંઝાના ઉમિયા માતાજી સંસ્થાન દ્વારાચંદ્રક એનાયત કરી સન્માન કરાયું સમગ્ર પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું

Share to



અમદાવાદ ખાતે ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ઉંઝાના ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ૩૫ વર્ષ જેટલા સમયથી ઉમિયા ચંદ્રક સન્માન સમારોહનું આયોજન કરાય છે. આ વખતનો કાર્યક્રમ અમદાવાદમાં યોજાયો હતો. જેમાં જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ લિમીટેડમાં ફરજ બજાવતા યુવા કંપની સેક્રેટરી જીજ્ઞેશ ચંદુલાલ બુટાણીનું ઉમિયા ચંદ્રક અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઓડિટોરીયમમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રના કુલ ૧૬૯ જેટલા દીકરા દીકરીઓનું ઉમિયા ચંદ્રક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ લિમીટેડમાં કંપની સેક્રેટરી તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશ ચંદુલાલ બુટાણીનું પણ ઉમિયા ચંદ્રક અર્પણ કરીને સન્માન કરાયું હતું. સન્માનના પ્રતિભાવમાં જીજ્ઞેશભાઈએ ઉમિયા માતાજી સંસ્થાન-ઉંઝા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. જીજ્ઞેશભાઈએ આ સિદ્ધિ મેળવીને જૂનાગઢના સમગ્ર પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું છે.જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝમાં ફરજ બજાવતા જીજ્ઞેશભાઈએ સન્માન બદલ સંસ્થાનો અભાર વ્યક્ત કર્યો

મહેશ કથીરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed