આ આયોજન રાજસ્થાન બાડમેર થી આવેલ પરમ પૂજ્ય સંત શ્રી શ્રી ૧૦૦૮ પ્રતાપપુરીજી મહારાજ- મઠાધીશ શ્રી તારાતર મઠ, બાડમેર ના અધ્યક્ષ સ્થાને તેમજ ત્રણે તાલુકાના સંતો મહંતોના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. સંત શ્રી કલ્યાણદાસ બાપુ… બાલકનાથ બાપુ… પરસોતમ ગીરી બાપુ.. મુકુંદદાસ બાપુ… દિલીપ દાદા કાપડી… સુરેશ બાપુ હાજર રહ્યા હતા. અન્ય મહાઅનુભવોમાં રવિન્દ્રસિંહ ભાટી(રાજસ્થાન જોધપુર j.n.v.u Ex. અધ્યક્ષ) કૌશેલેન્દ્ર સિંહ જાડેજા… (હિન્દુ યુવા સંગઠન રાષ્ટ્રીય મહાસચિવ) રઘુવીર સિંહ જાડેજા (રાષ્ટ્રીય અધ્યક્ષ હિંદુ યુવા સંગઠન) ભુપેન્દ્રસિંહ ચુડાસમા M.L.A ગુજરાત પ્રદ્યુમનસિંહ જાડેજા (ધારાસભ્ય શ્રી અબડાસા લખપત નખત્રાણા.) તેમજ જેતમાલજી જાડેજા પ્રમુખ શ્રી લખપત તાલુકા ક્ષત્રિય સમાજ ઉપસ્થિત રહ્યા હતા.
નલિયા જાડેજા ભાયાત વાડીમાં ક્ષત્રિય ભાઈઓ એકઠા થાય હતા. ત્યાંથી સાથે મળીને શોભાયાત્રા નું પ્રસ્થાન કર્યું હતું. જે નલિયાની મુખ્ય બજારો માંથી નીકળીને અબળા દાદા સર્કલ પાસે પહોંચ્યા હતા. ત્યારબાદ સૌ સંતો તેમજ મહાનુભવો અબળા દાદા ની પ્રતિમાનું પૂજન કરી તેમને ફુલ હારમાળા પહેરાવી હતી. ત્યારબાદ સૌ સંતો અને મહાનુભવો એ દીપ પ્રાગટ્ય કરી ધર્મ સભા શરૂ કરી હતી. ત્યારબાદ સંતો તેમજ મહાનુભવો નું સન્માન ક્ષત્રિય સમાજની નાની બાળાઓ દ્વારા કરવામાં આવ્યું. હતો..ત્યારબાદ શાસ્ત્રી શ્રી દીપેશ મહારાજ માનકુવા દ્વારા સમૂહમાં શાસ્ત્રો સાથે શસ્ત્રોનું પૂજન કરાવાયું હતું. ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન કર્યું હતું.નલિયા ના તમામ હિન્દુ સમાજ દ્વારા ક્ષત્રિય સમાજની શોભાયાત્રા પર ફુલ વરસાવી સ્વાગત કરી કાર્યક્રમને આવકારી લેવામાં આવ્યો..
સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,