September 7, 2024

આજના સમયમાં દીકરી હોવી એ સૌભાગ્યની વાત છે. દીકરી પણ દીકરાની જેમ ખરા સમયે પરિવારની સાથે ઉભી રહીને દીકરાની ગરજ સારે છે. ત્યારે ભરૂચ ના નેત્રંગ ગામે આવો જ એક બનાવ સામે આવ્યો છે..

Share to

દીકરા ની ગરજ સારતી દીકરી: પિતા ને દાહ સંસ્કાર આપી પોતાની ફરજ નિભાવી


 
નેત્રંગ નગર મા જીનબજાર વિસ્તાર મા રહેતા અને નેત્રંગ તાલુકા ભાજપ ના પુવઁ મંત્રી, વાલીઆ એ.પી.એમ.સી ના ચેરમેન, નેત્રંગ વિભાગ સહકારી મંડળી ના ચેરમેન તેમજ નગર ના યુવા નેતા એવા હાદિઁકસિંહ સુરેન્દ્રસિંહ વાંસદીયા કે જેઓ છેલ્લા થોડા સમય થી બીમાર હોય. જેઓને છેલ્લા આઠ દસ દિવસ થી સારવાર અર્થે મુંબઇ ખાતે ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામા આવ્યા હતા.

જયા સારવાર દરમિયાન તા. ૦૪ ઓકટોબર ના રોજ ૨ કલાકે અવસાન થતા તેઓના પ્રાથઁવિ દહે ને નેત્રંગ માદરે વતન લાવવામા આવ્યા હતા અંતિમ યાત્રા બપોર ના સમયે નિકળતા મોટી સંખ્યામા નાગરીકો તેમજ સહકારી, રાજકીય અગ્રણીઓ જોડાયા હતા. હાદિઁકસિંહ વાંસદીયા ની પુત્રી એ પોતાના પિતા ના પ્રાથઁવિ દેહના અગ્નિસંસ્કાર કેલ્વીકુવા ખાતે આવેલ સ્મશાન ગૃહ ખાતે કયાઁ હતા.

વિજય વસાવા નેત્રંગ દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed