




વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પ તથા સ્વપ્નને સાકાર કરવા માટે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અથાગ પ્રયત્નો અને માર્ગદર્શન હેઠળ નારી શક્તિ કેન્દ્ર ખાતે હેપ્પી ફેસીસ સંસ્થા દ્વારા નર્મદા જિલ્લાના અંતરિયાળ અને દૂર્ગમ વિસ્તારની આદિવાસી સમાજની તથા અન્ય સમુદાયની બહેનો ઘર આંગણે જ સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બની સ્વમાનભેર જીવન જીવી રહી છે. અમદાવાદના રીટાબેન ભગતે 2018 માં હેપ્પી ફેસીસ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. હેપ્પી ફેસીસનો અર્થ થાય છે ચેહરા પરનું સ્મિત. બહેનોના ચેહરા પર સ્મિત હંમેશા બની રહે, બહેનોનો સર્વાંગી વિકાસ થાય તેમજ એમની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન આવે તે માટે આજીવિકાનું સાધન ઉપલબ્ધ કરાવી આ સંસ્થા ખુબ જ સરાહનીય કામગીરી કરી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, દેશના વિદેશ મંત્રી એસ.જયશંકરે દેડીયાપાડાના સામોટ ગામને દત્તક લીધેલ છે અને તેમની આગવી પહેલની લીધે જિલ્લા કલેકટર ડી.એ શાહના માર્ગદર્શન હેઠળ ઉક્ત નારીશક્તિ કેન્દ્રની સ્થાપના કરાયેલ છે.
આ સંસ્થા દ્વારા આદિવાસી સમાજની બહેનોને વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ વહેલી તકે કેવી રીતે મળી રહે તે માટે તાલીમ આપવામાં આવે છે. મહિલાઓને પગ ભર બનાવવા અને આજીવિકાનું સાધન પુરુ પાડવા માટે જિલ્લા કલેક્ટર શાહ સતત અને સક્રિય રીતે સંસ્થા સાથે સંકલનમાં રહ્યા છે. હેપ્પી ફેસીસ ફાઉન્ડેશને પણ સાબિત કરી બતાવ્યું છે કે, મહિલા સશક્તિકરણ માત્ર બોલવા પૂરતું જ નથી, મહિલાઓ પણ આજે પુરુષો સાથે ખભેખભા મિલાવીને પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે.
વધુમાં આદિવાસી બહેનોના સર્વાંગી વિકાસ માટે દેડિયાપાડાના માલસામોટના નારી શક્તિ કેન્દ્ર ખાતે સિલાઈકામ અને મેક્રેમેની તાલીમ આપવામાં આવી રહી છે. તાલીમ માટે સિલાઈ મશીન, કાતર, દોરા, કાપડ તેમજ અન્ય રો-મટીરીયલ્સ તેમજ સાધનો હેપ્પી ફેસીસ ફાઉન્ડેશન પોતાના સ્વ ખર્ચે પુરા પાડે છે.
દેડિયાપાડા તાલુકાના માલ સામોટમાં અંદાજિત 175 થી વધુ બહેનો આ સંસ્થા સાથે જોડાઈ છે. માલસામોટમાં સિલાઈ કામ માટે જુકીના 7 મશીન, 200 મીટર કાપડ, 20 ખુરશી, 2 ટેબલ, 12 કાતર તેમજ અન્ય મટીરીયલ, મેક્રેમેની તાલીમ માટે 5 સ્ટેન્ડ, 12 કટર, 20 કિલો મેક્રેમેની દોરી અને બનાના ફાઈબર ની ચોટલી બનાવવા માટે 10 કિલો બનાના ફાઈબર દોરી સહિતની જરૂરી સાધન સહાય સંસ્થા દ્વારા જ ઉપલબ્ધ કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, આદિવાસી સમાજની બહેનોએ આ સંસ્થા સાથે જોડાઈને નાસ્તો, ગિફ્ટ હેમ્પર્સ, હેન્ડ મેઈડ રમકડા, યોગામેટ, બનાના ફાઈબર પ્રોડક્ટ્સ, કેળાના થડમાંથી રેસા, પલ્પ અને સત્વનો ઉપયોગ કરી હેન્ડ મેઈડ કાગળ તેમજ હસ્તકલાની તાલીમ લીધી છે અને તમામ પ્રોડક્ટ્સને ઓનલાઈન સપ્લાય કરે છે. તદઉપરાંત, આ સંસ્થા સખી મંડળનું જૂથ ઉભુ કરી વિવિધ યોજનાઓ અને મહિલાઓ માટે જનજાગૃતિ અભિયાન પણ ચલાવે છે. બહેનોને વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બનાવી શકાય તેની ઉત્તમ તાલીમ આપીને સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે આગળ વધી રહી છે.
રિપોર્ટર. દિનેશ વસાવા. ડેડીયાપાડા.
More Stories
હુમલો કરનાર બુટલેગરનું ઘર તોડી પડાયું
જૂનાગઢ ડુંગરપુર વિસ્તારના “પ્રોહી બુટલેગર” શાહરૂખ નુરમહમદભાઈ કુરેશી અને, ગાંધીગ્રામ વિસ્તારના બુટલેગર” અજય ગોગનભાઈ ભારાઈ ને પાસા કાયદા હેઠળ અનુડમે સેન્ટ્રલ જેલ, અમદાવાદ તથા લાજપોર, સુરત ખાતે ધકેલતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ
જુનાગઢ તાલુકાના આંબલીયા ગામની સીમ વિસ્તારમાં ખેતરની ઓરડીમાંથી જુગાર રમતા કુલ-૦૮ સ્ત્રી-પુરુષને રોકડ રૂ.૭૧,૦૩૦/- તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂ.૩,૫૧,૦૩૦/- ના મુદામાલ સાથે પકડી જુગારનો અખાડો પકડી પાડતી