

ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2022 માં લેવાયેલ ધો.10 ની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં બોર્ડનું પરિણામ 65.18કા અને છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 61.20 ટકા આવેલ છે. છોટાઉદેપુર જિલ્લામાં શિથોલ પરીક્ષા કેન્દ્ર 72.90 ટકા સાથે પ્રથમ ક્રમાંક ઉપર છે. પાવીજેતપુર તાલુકા ના શિથોલ ગામે વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રી શાસ્ત્રી વિદ્યાલય નું 82.27 ટકા પરિણામ ની સિદ્ધિ હાંસલ કરી જિલ્લામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરેલ છે. જેમાં પ્રથમ ક્રમાંક અક્ષરીબેન રાઠવા 540 ગુણ દ્વિતીય ક્રમાંક મીનાક્ષીબેન રાઠવા 478 ગુણ અને તૃતીય ક્રમાંક ઈલાબેન રાઠવા 475 ગુણ મેળવ્યા છે. 82.27 ટકા પરિણામ સાથે જિલ્લામાં મોખરે રહેવા બદલ સંસ્થાના પ્રમુખશ્રી મોહનસિંહ રાઠવા તથા ઉપપ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા એ અથાગ પરિશ્રમ કરી સફળતા મેળવેલ વિદ્યાર્થીઓ ને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. અને શાળાના સુકાની શાહિદ શેખ તથા સમગ્ર શાળા પરિવાર તથા વિદ્યાર્થીઓને 82.27 ટકા પરિણામ ની સિદ્ધિ મેળવી ને જિલ્લામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે શાળાના સુકાની શાહિદ શેખ એ જણાવ્યું હતું કે, આવી જ રીતે દર વર્ષે શાળાનું પરિણામ શ્રેષ્ઠ આવે તે પ્રમાણેનું આયોજન કરી શિક્ષણ કાર્ય થશે જ તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેત્રંગના થવા નજીકથી ટેન્કરમાં લઇ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો
હુમલો કરનાર બુટલેગરનું ઘર તોડી પડાયું
જૂનાગઢ ડુંગરપુર વિસ્તારના “પ્રોહી બુટલેગર” શાહરૂખ નુરમહમદભાઈ કુરેશી અને, ગાંધીગ્રામ વિસ્તારના બુટલેગર” અજય ગોગનભાઈ ભારાઈ ને પાસા કાયદા હેઠળ અનુડમે સેન્ટ્રલ જેલ, અમદાવાદ તથા લાજપોર, સુરત ખાતે ધકેલતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ