(ડી.એન.એસ)રાજપીપળા,તા.૦૫
હાલ ગુજરાતમાં દુષ્કર્મના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે નાંદોદ તાલુકાના ધારીખેડા ગામે રહેતા કિરણ પરસોત્તમ વસાવા ના નાંદોદ તાલુકાના એક ગામની યુવતી સાથે સામાજિક વિધિવત લગ્ન થયા હતા. લગ્ન થતા પરિણીતાની નાની બહેન બહેનની સાસરીમાં અવર જવર થતી હતી એટલે બનેવી ની પોતાની સાળી પર દાનત બગડી અને પોતાના વશમાં કરવા તેની બેનને રાખશે નહિ કાઢી મુકાશે તેવી ધમકી આપી સાળીને વસ માં કરી. બનેવી જાણતો હતો કે તેની સાળી હજુ ૧૬ વર્ષ અને ૯ મહિનાની જ છે સગીર છે છતાં પણ તેનો વિરોધ હોવા છતાં પટાવી ફોસલાવી ધાક ધમકી આપીને એક વર્ષથી દુસ્કર્મ કરતો રહ્યો. જાેકે આ દરમ્યાન સગીરા ગર્ભવતી બનતા બનેવીએ ગર્ભપાત ની ગોળીઓ ખવડાવી ગર્ભપાત પણ કરાવી દીધો છતાં બનેવીની શારીરિક શોષણ વધતા સાળી થી સહાન નહોતું થતું એટલે તેની બહેન અને પરિવાર ને વાત કરતા બનેવીનો ભાંડો ફૂટ્યો. સગીરા એ આમલેથા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલતો આ કિસ્સો ચર્ચાની એરણે ચઢ્યો છે.
Khabar Ek dum Sachi
More Stories
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે કા પવતી અંગે આજ રોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ,
જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આંખના રોગ નો ફ્રી નિદાન કેમ્પ. યોજાયો
ઝઘડિયા ગામે એક મકાનમાંથી રૂપિયા ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો જ્યારે અવિધા ગામે તસ્કરો એક મકાનમાંથી રૂપિયા ૯ લાખ જેટલી મતા ઉઠાવી ગયા