DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

પોસ્ટ ઓફિસના બચત ખાતા ધારકો માટે ખુશખબરી

Share to



(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૫
૩૧ મેથી પોસ્ટ ઓફિસના ગ્રાહકો નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એન.ઈ.એફ.ટી) અને રિઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (આર.ટી.જી.એસ) સુવિધાનો લાભ લઈ રહ્યા છે. એટલું જ નહીં પરંતુ, પોસ્ટ ઓફિસમાં બચત ખાતુ ધરાવતા ગ્રાહકો ઈન્ટરનેટ બેન્કિંગ સુવિધાની મદદથી અન્ય બેન્કથી પોસ્ટ ઓફિસના ખાતામાં પૈસા મોકલી શકે છે. પોસ્ટ ઓફિસે આ અંગે સૂચના જાહેર કરીને જણાવ્યું છે કે, એન.ઈ.એફ.ટી ની સર્વિસ ૧૮ મેથી શરૂ થઈ ગઈ છે. ગ્રાહકોને આર.ટી.જી.એસ ની સર્વિસ ૩૧ મે ૨૦૨૨ થી મળશે. આ સુવિધાથી પોસ્ટ ઓફિસમાં બચત ખાતુ ધરાવતા ગ્રાહકો સરળતાથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી શકશે. નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એન.ઈ.એફ.ટી) એક ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ છે, જેનો ઉપયોગ વર્ષના ૩૬૫ દિવસ ૨૪ કલાક ઉપયોગ કરી શકાય છે. ઇમ્ૈં દ્વારા અડધા કલાકની બેચમાં બેન્કો વચ્ચે પરસ્પર નાણાકીય લેવડ દેવડ માટે મંજૂરી આપવામાં આવે છે. રિઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (આર.ટી.જી.એસ) એક ફંડ ટ્રાન્સફર સેટલમેન્ટ સિસ્ટમ છે. આ સુવિધા હેઠળ વ્યક્તિગત ફંડ ટ્રાન્સફર નિર્દેશ નક્કી કરવામાં આવે છે. તથા આ સુવિધાનો ઉપયોગ વર્ષના ૩૬૫ દિવસ ૨૪ કલાક ઉપયોગ કરી શકાય છે.જાે તમારું પોસ્ટ ઓફિસમાં ખાતુ હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. પોસ્ટ ઓફિસના ગ્રાહક ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર કરી શકશે. ગ્રાહકો હવે રિઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટની સુવિધાનો લાભ લઈ શકે છે. ગ્રાહકો હવે પહેલા કરતા પણ સરળતાથી ઓનલાઈન નાણાંકીય લેવડ દેવડ કરી શકશે. ૩૧ મેથી સરકારે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ધરાવતા ગ્રાહકો માટે એક નવી સુવિધાની શરૂઆત કરી છે.


Share to

You may have missed