DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

વડાપ્રધાનની સભામાં ૫ લાખ મેદનીનો લક્ષ્યાંકવડાપ્રધાન મોદી ૧૮ જૂને વડોદરામાં રોડ શો કરશે

Share to


(ડી.એન.એસ)વડોદરા,તા.૦૫
સાંઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત ૧૦૮ દિવ્યાંગોના સમૂહ લગ્નોત્સવમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ૧૮ જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાના આંગણે પધારશે, જેથી શહેરીજનોને મહોલ્લા સજાવવા, રંગોળી પાળવા, ઝંડા લગાવવા અને વાજતે-ગાજતે વડાપ્રધાનના કાર્યક્રમમાં પહોંચવા આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાનના કાર્યક્રમમાં ૫ લાખ લોકોને ભેગા કરવા માટે પણ પાટીલે પેજ કમિટીના સભ્યોને જણાવ્યું હતું. નરેન્દ્ર મોદી ૧૮ જૂને એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી રોડ શો કરશે તે બાદ મેદાન ખાતે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. દિવ્યાંગોનો સમૂહ લગ્ન બોલવું સહેલું છે! કદાચ આખા દેશમાં આ ૧૦૮ દિવ્યાંગોનો સમૂહ લગ્નોનો કાર્યક્રમ વડોદરાના આંગણે આ પહેલી વખત થઈ રહ્યો છે. આજના જમાનામાં સમૂહ લગ્ન ઘણા બધા લોકો કરતા હોય છે, પરંતુ દિવ્યાંગોનો સમુહ લગ્ન એ પણ ૫૪ જાેડા મળી કુલ ૧૦૮ યુગલોનું સમુહ લગ્ન એ ખુબ મોટું કામ છે. તેમણે આ યુગલોને લગ્ન પછી પણ કોઈ તકલીફ પડે તો તેમની જવાબદારી ઉઠાવવા પણ પેજ કાર્યકર્તાઓને જણાવ્યું હતું. સમૂલ લગ્નોસ્તવમાં હાજરી આપતા પૂર્વે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે શહેર ભાજપના હોદેદારો સાથે બેઠક યોજી હતી. જેમાં જણાવ્યું હતું કે, ૧૮મીએ પીએમના રોડ શોથી લઇને સભા સુધીના કાર્યક્રમોની તૈયારીમાં લાગી જવા અનુરોધ કર્યો હતો.


Share to

You may have missed