નેત્રંગ. તા. ૦૫-૦૬-૨૦૨૨.
પછાત એવા નેત્રંગ તાલુકા મા સૌ નો સાથ સૌ નો વિકાસ ના શુભ આશય ના મંત્ર સાથે વિકાસ ની હરણફાળ ભરતી સરકાર ના રાજ મા ઓનલાઇન કામગીરી કરાવતી સરકાર ના રાજ મા ચાલતી લાલીયા વાડી નો નમુનો બહાર આવ્યો છે. રોડ રસ્તા બાબતે તાલુકા ના બોર્ડર પર આવેલ અને પ્રવાસી માટે નુ આકર્ષણ જમાવનાર ધાંણીખુટ ના ધારીયા ધોધ સુધી નો મંજુર થયેલ પાકો રસ્તો બનાવી આપવાની માટે ની મુદત પૂર્ણ થવા ના માત્ર ૧૩ ની બાકી રહી હોવા છતા આજ ની તારીખ મા પ્રથમ ચરણ ની કામગીરી શરૂ નહિ થતા પ્રજા મા તંત્ર પ્રત્યે છુપો રોષ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ કામગીરી ના કોઈ ઠેકાણા નથી તે પહેલા જ મુખ્ય મંત્રી ગામ સડક યોજના બોર્ડ થોકી બેસાડીયા છે.
નેત્રંગ ડેડીયાપાડા રોડ પર થવા ગુપ ગ્રામપંચાયત મા સમાવેશ થયેલ અને તાલુકા નુ છેલ્લું ગામ ઘાંણીખૂટ કરજણ નદીના કિનારે આવેલ છે જયાં નદીમાં કૃત્રિમ ધોધ બની ગયો છે જે ધોધ નુ નામ ધારીયાધોધ ત્યાં રમણીય વાતાવરણને લઈ દૂરદૂરથી હજારો પ્રવાસીઓ આવે છે . રસ્તો તદ્દન ખરાબ હોવાથી સરકારી વહીવટીતંત્રએ દરખાસ્ત મોકલતા એક વરસ પહેલાં મંજુર થતા 38.39 લાખના ખર્ચે સુરતની એક એજન્સીને કામગીરી સોપાય હતી. રોડ ની કામગીરી પુણઁ કરવાની મુદત ના માત્ર આજની તારીખે ૧૩ બાકી છે. ત્યારે પ્રથમ ચરણ ની કામગીરી પણ શરૂ કરવામા આવી નથી.નુ ધાંણીખુટ ગામના લોકો મા ચચાઁઇ રહ્યુ છે.જેતે એજન્સીએ કામગીરી નહિ કરતા રસ્તો લોકો માટે ત્રાસદાયક બની ગયો છે.
મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજના વર્ષ 2019-20 અંતર્ગત રિસરફેસિંગ એન્ડ સ્ટ્રેન્થનીંગ ઓફ ઘાણીખૂટ એપ્રોચ રોડ 2 કિમીનો રૂપિયા 38.39 લાખના ખર્ચે મંજુર થયેલો હતો.આ ટેન્ડર શ્રી અંબિકા કંટ્રક્શન કંપની સુરતને 19/06/2021 ચાલુ કરવાની તારીખ હતી જે કામ આજદિન સુધી શરૂ થયું નથી થયું ત્યાં તેની પૂર્ણ કરવાની તારીખ 18/06/2022 આવી ગઈ છે.જેમાં બી.યુ.એસ.જી,કારપેટ, સિલકોટ, આસફાલ્ટ પેઇન્ટિંગ ,સીડી વર્ક્સ ,સાઈડ સોલ્ડર ,રોડ ફર્નિચર અને માટી કામ કરવાનું છે પરંતુ આમાંથી એકેય કામ થયું નથી.જેની કામ કરવવાની જવાબદારી કાર્યપાલક ઈજનેર પંચાયત માર્ગ અને મકાન વિભાગ ભરૂચની છે પણ આ વિભાગ ના જવાબદાર અધિકારીઓ પછાત નેત્રંગ તાલુકા મા જાણી જોઇને આદિવાસી પ્રજા ની મુખ્ય રોડ રસ્તા ની પાયા ની સુવિધાઓ બાબતે બેદરકાર રહી પ્રજા હેરાન પરેશાન કરી વિકાસ ની નેમ લઇ ને ચાલતી સરકાર કામગીરી પર પાણી નુ નામ ભુ સાબીત કરાવતા હોવાનુ લોકો મા ચચાઁઇ રહ્યુ છે.
ધાંણીખુટ ગામ રોડ ની કામગીરી કયા કારણોસર સર શરૂ નથી થઇ તે બાબતે તપાસ થવી જરૃરી છે.
*દૂરદર્શી ન્યૂઝ વિજય વસાવા નેત્રંગ*



More Stories
ઝઘડિયા ગામે એક મકાનમાંથી રૂપિયા ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો જ્યારે અવિધા ગામે તસ્કરો એક મકાનમાંથી રૂપિયા ૯ લાખ જેટલી મતા ઉઠાવી ગયા
નેત્રંગના ચાસવડ-ઝરણાવાડી વચ્ચે મોટરસાયકલ ઝાડ સાથે અથડાતા ચાલક ઘવાયો
રાજપીપલાના રાજા વેરીશાલજી મહારાજાના જન્મથી લઈને માઁ હરિસિદ્ધિ પ્રસન્ન થયા બાદ રજવાડી નગરીમાં માતાજીના સ્થાનકની સ્થાપનાથી શરૂ થયેલી પરંપરાનો ઐતિહાસિક વારસાનો આજે પણ લોકોમાં જબરો ક્રેઝ