💫 _*જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા* તાજેતરમાં શરૂ કરવામાં આવેલ *She Team* દ્વારા મહિલાઓને મદદ કરી, સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે…_
💫 _જૂનાગઢ શહેરના ગિરિરાજ સોસાયટી વિસ્તારમાં રહેતા અને વેપારીની દીકરી પ્રવિણા (નામ બદલાવેલ છે…), પોતાના ભાઈ તથા આગેવાન સાથે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, પોતે ઘરકામ કરતી હોય, પોતાને પોતાના ભાઈના મિત્ર અને સમાજના જ એક યુવક, કે જે પોતાના ઘરે આવજા કરતો હોય, તેને દીકરીનો નંબર મેળવી, યુવક દ્વારા એકતરફી પ્રેમ થઇ જતાં, પોતાના મોબાઈલ નંબરથી વોટસએપ મેસેજ કરવાનું શરુ કરતા, યુવતી દ્વારા ના પાડતા, પરાણે વાત કરવા મજબૂર હોય, અવાર નવાર પોતે બહાર જતી વખતે રસ્તો રોકી, જબરજસ્તી કરવાં લાગે છે અને યુવક પરણિત હોઈ, બે છોકરાનો બાપ હોઈ, બળજબરી કરી, સમાજમાં બદનામ કરવાની સતત ધમકી આપતા હોય, પોતાની સમાજમાં આબરૂ જવાનો ભય લાગતા, ગળગળા થઈને ભાઈ સાથે રજૂઆત કરવામાં આવેલ હતી…_
💫 _જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એમ.એમ.વાઢેર, પીએસઆઇ કે.કે. મારું, સ્ટાફના હે.કો. ધાનિબેન પો.કો. નીતિનભાઈ, તેમજ *She Team* ના મહિલા એએસઆઈ રસીલાબેન, પો.કો.મિત્તલબેન, સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે સામાવાળાને શોધી કાઢી, મોબાઈલ ચેક કરી, ગુન્હો નોંધવા કાર્યવાહી કરવા પોલીસની ભાષામાં સમજાવતા, સામાવાળા યુવક અને તેના સંબંધીઓ મોબાઈલમાંથી વાંધાજનક ફોટા મોબાઈલ ફોર્મેટ મારી, કઢાવી દીધા હતા. ઉપરાંત, *હવે પછી કોઈ દિવસ આ બાબતે તેને નહીં બોલાવવા કે હેરાન નહિ કરવા ખાતરી* આપતા, *દીકરી તથા કુટુંબીજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ *પોતાની ફરજ ગણાવી, અરજદારને હવે પછી તકેદારી તથા સાવચેતી રાખવા વિનંતી* પણ કરવામાં આવેલ હતી. *અરજદારને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાના જિંદગીના દુઃખના સમયે મદદ મળતા, ખૂબ જ આનંદિત થઈ, અરજદાર દ્વારા આનંદ વ્યક્ત કરી, રૂબરૂ મળી, જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાની જિંદગી બગડી જાત, એવી લાગણી વ્યક્ત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દ્રશ્યો* સર્જાયા હતા…_
💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* ની સૂચનાથી *જૂનાગઢ પોલીસની *She Team* દ્વારા અરજદાર પીડિત *મહિલાને યુવકના ત્રાસમાંથી મુક્ત કરાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું…_
મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
Khabar Ek dum Sachi
More Stories
હુમલો કરનાર બુટલેગરનું ઘર તોડી પડાયું
જૂનાગઢ ડુંગરપુર વિસ્તારના “પ્રોહી બુટલેગર” શાહરૂખ નુરમહમદભાઈ કુરેશી અને, ગાંધીગ્રામ વિસ્તારના બુટલેગર” અજય ગોગનભાઈ ભારાઈ ને પાસા કાયદા હેઠળ અનુડમે સેન્ટ્રલ જેલ, અમદાવાદ તથા લાજપોર, સુરત ખાતે ધકેલતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ
જુનાગઢ તાલુકાના આંબલીયા ગામની સીમ વિસ્તારમાં ખેતરની ઓરડીમાંથી જુગાર રમતા કુલ-૦૮ સ્ત્રી-પુરુષને રોકડ રૂ.૭૧,૦૩૦/- તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂ.૩,૫૧,૦૩૦/- ના મુદામાલ સાથે પકડી જુગારનો અખાડો પકડી પાડતી