સમગ્ર જૂનાગઢ લેઉવા પટેલ સમાજ તેમજ આગેવાનોએ સરદાર પટેલનિ પ્રતિમા પ્રજાવત્સલ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા સાહેબને
સેવાભાવી સંસ્થાઓએ
અર્પણ કરી સન્માન કરાયું
પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કેવા હોવા જોઈએ? તે ડીવાયએસપી જાડેજાએ મન-વચન-કર્મથી સાબિત કરી બતાવ્યું છે – સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસિયા
જૂનાગઢમાં પ્રજાવત્સલ અધિકારી તરીકેની પ્રતિભા ધરાવતા ડીવાય.એસ.પી. પ્રદિપસિંહ જાડેજાનું તાજેતરમાં જ કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલય દ્વારા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સન્માન કરવામાં આવતા સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસિયાના નેજા હેઠળ વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને આગેવાનો દ્વારા તેઓનું અભિવાદન કરાયું હતું. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ સમાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ડીવાય.એસ.પી.ને અર્પણ કરવામાં આવી હતી. સાથે સાથે એ.ડિવિઝન પીઆઈ સુભાષ વાઢેરનું પણ આ તકે સન્માન કરાયું હતું.
જૂનાગઢ શહેરને ઘણા લાંબા સમય બાદ પ્રજાના સાચા સેવક એવા પોલીસ અધિકારી ડીવાય.એસ.પી. પ્રદિપસિંહ જાડેજા મળ્યા છે. જેમણે પોલીસ વિભાગની ખરડાયેલી છબી લોક માનસમાં સુધારી દીધી છે. ત્યારે જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ, બામણગામ સમસ્ત લેઉવા પટેલ સમાજ, લેઉવા પટેલ સમાજ સમુહલગ્ન સમિતિ, હિરાદિપ ચેરીટેબલ ટ્રસ્ટ વગેરે દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા સારી કામગીરી માટે સન્માનિત આ પોલીસ અધિકારીનું અભિવાદન કરાયું હતું. સમુહલગ્ન પ્રણેતા અને વિનય સોલ્વન્ટના પ્રતિનિધિ તરીકે હરસુખભાઈ વઘાસિયા તેમજ યુવા અગ્રણી ફાલ્ગુનભાઈ પટેલ, કેતનભાઈ ગજેરા, સવજીભાઈ ગજેરા, ગોપાલભાઈ હિરપરા, છગનભાઈહિરપરા, હિરાદિપ ચેરીટેબલ ટ્રસ્ટના શિતલબેન જોશી, કલ્પનાબેન જોશી વગેરે દ્વારા પોલીસની ઉમદા કામગીરી બદલ ડીવાય.એસ.પી. જાડેજા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.
સમુહલગ્ન પ્રણેતા અને સમાજસેવક હરસુખભાઈ વઘાસિયાએ જણાવ્યું છે કે, પોલીસ અધિકારી કે કર્મચારી કેવા હોવા જોઈએ? તે ડીવાય.એસ.પી. જાડેજાએ પોતાના મન-વચન-કર્મથી સાબિત કરી બતાવ્યું છે. તેઓ મનથી પોતાને પ્રજાના સેવક માને છે, નાનામાં નાના લોકોએ આપેલા સુરક્ષા અને સલામતીના વચનનું પાલન કરે છે તેમજ રાઉન્ડ ધ ક્લોક કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સતત કર્મ કરતા રહે છે. જૂનાગઢના સદ્દનસીબે આવા સંવેદનશીલ પોલીસ અધિકારી મળ્યા છે. ઈશ્વર તેમને લાંબુ આયુષ્ય અને સ્વસ્થ આરોગ્ય બક્ષે તેમજ હમેંશા તેઓ પ્રજાની સેવામાં કાર્યરત રહે તેવી શુભેચ્છા તેમણે જૂનાગઢની પ્રજા વતી પાઠવી હતી.
મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
Khabar Ek dum Sachi
More Stories
હુમલો કરનાર બુટલેગરનું ઘર તોડી પડાયું
જૂનાગઢ ડુંગરપુર વિસ્તારના “પ્રોહી બુટલેગર” શાહરૂખ નુરમહમદભાઈ કુરેશી અને, ગાંધીગ્રામ વિસ્તારના બુટલેગર” અજય ગોગનભાઈ ભારાઈ ને પાસા કાયદા હેઠળ અનુડમે સેન્ટ્રલ જેલ, અમદાવાદ તથા લાજપોર, સુરત ખાતે ધકેલતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ
જુનાગઢ તાલુકાના આંબલીયા ગામની સીમ વિસ્તારમાં ખેતરની ઓરડીમાંથી જુગાર રમતા કુલ-૦૮ સ્ત્રી-પુરુષને રોકડ રૂ.૭૧,૦૩૦/- તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂ.૩,૫૧,૦૩૦/- ના મુદામાલ સાથે પકડી જુગારનો અખાડો પકડી પાડતી