DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ચીકદા ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી.

Share to



5 મી જુન વિશ્વ પર્યાવરણ દિવસના કાર્યક્રમના ભાગરૂપે તાલુકા કક્ષાની ઉજવણી યુવા સંગઠન ચીકદા ના સહયોગ થી ચીકદા ખાતે રાખવમાં આવી જે કાર્યક્રમ અંતર્ગત સોરાપાડા ફોરેસ્ટ રેન્જ ના અધિકારીશ્રીઓ રમેશ ભાઈ વસાવા સાહેબ અને મગનભાઈ વસાવા સાહેબ ની ઉપસ્થિત મા વૃક્ષારોપણ નો કાર્યક્રમ તેમજ પર્યાવરણ ની જનજાગૃતિ વિશે નું આયોજન થયું દર વર્ષે વધુ ને વધુ વૃક્ષારોપણ થાય અને પર્યાવરણ નું જતન થાય તે માટે ઉપસ્થિત લોકો ને સંકલ્પ લેવડાવવા મા આવ્યો આ કાર્યક્રમમા ઉપસ્થિત નિવૃત RFO ફતેસિંહ સાહેબ નિવૃત ડે.કલેક્ટરશ્રી માનસિંગ સાહેબ સામાજિક આગેવાન સુમન સાહેબ ઉપસ્થિત રહ્યા હતા

કાર્યક્રમ નું સંચાલન પ્રાથમિક શાળા ના શિક્ષકશ્રી દિલીપભાઈ વસાવા સાહેબ એ કર્યું તેમજ કાર્યક્રમ નું આયોજન યુવા સંગઠન ચીકદા દ્વારા કરવામાં આવ્યું સાથે આ કાર્યક્રમ પ્રાથમિક શાળા ભરાડા ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી રાજુભાઈ વસાવા, શાળા ના આચાર્યશ્રી મનુભાઈ વસાવા સાહેબ તેમજ ગામ ના યુવા/યુવતીઓ એ પ્રાથમિક શાળા ભરાડા મા વૃક્ષારોપણ નું કાર્યક્રમ નું આયોજન કરી શાળા ના બાળકો અને વાલીઓએ હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યું

રિપોર્ટર. દિનેશ વસાવા. ડેડીયાપાડા


Share to

You may have missed