DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જુનાગઢ ના યુવાનને ફેસબુક ફ્રેન્ડ બનાવી, નગ્નવિડીઓ ઉતારીનેબ્લેકમેલિંગ ગેંગનો શિકાર બન્યોઆવી ગેંગથી ડરવાની જરૂર નથી જૂનાગઢ પોલીસનો સંપર્ક કરવો

Share to




💫 _હાલમાં જુદી જુદી ગેંગ દ્વારા ફેસબુકના માધ્યમથી મહિલાના આઈડી બનાવી, રિકવેસ્ટ મોકલી, વોટ્સએપ નમ્બર મેળવી, મહિલા દ્વારા મીઠી મીઠી વાતો કરી, કોઈપણ ઉંમરના વ્યક્તિને ભોળાવી, વીડિયો કોલ કરી, કપડા ઉતરાવી, વિડીઓ બનાવી, બનાવેલ વીડિયો ફેસબુકમાં અપલોડ કરવાની ધમકીઓ આપી, પૈસા પડાવતી ઘણી બધી ગેંગ સક્રિય થયેલ છે. આવી ગેંગના મહિલા સભ્ય દ્વારા વીડિયો કોલિંગ કરી, ફેસબુક એકાઉન્ટ ધારક સામે પોતે પણ કપડા ઉતારે છે અને ફેસબુક ધારકને પણ કપડાં ઉતારી, નગ્ન કરવામાં આવે છે અને તેનો વીડિયો મોકલી, ફેસબુકમાં અપલોડ કરવાની ધમકી આપી, પ્રથમ પંદર હજાર થી વિસ હજારની માંગણી કરી, જેમ જેમ ફેસબુક ધારકને આબરૂ જવાની બીક કે ડર લાગે એમ રકમ વધારતા જાય છે અને આ રકમ લાખો સુધી પહોંચી જાય છે. આવા ફેસબુક ધારક આબરૂ જવાની બીકે કોઈને વાત કરતો નથી અને મનોમન મુંજાય અને રૂપિયા નાખતો રહે છે. એ દરમિયાન આ જ ગેંગના અન્ય સભ્ય ટ્રુ કોલરમાં સીબીઆઈ ઓફિસર કે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસર વિક્રમ રાઠોડ કે અન્ય નામથી સેટ કરી, ફેસબુક ધારકને પતાવટ માટે ફોન કરતા હોઇ, ફેસબુક ધારક વધુ રૂપોયા બેંકના ડમી એકાઉન્ટમાં નાખે જ રાખે છે. ઘણી વાર રૂપિયાની સગવડ નહીં થવાથી લોકો આત્મહત્યા સુધીના પગલાઓ ભરી લેતા હોય છે. આવી ઘણી બધી ગેંગ પકડાયેલ પણ છે. પરંતુ, તેમ છતાં ઘણા લોકો આ ગેંગનો ભોગ બનતા હોય છે….._

💫 _*જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર* તથા *જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા આવી *સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી, ફેસબુક ફ્રેન્ડ બનાવી, લોકોને બ્લેકમેલ કરવાનો ડર બતાવી, રૂપિયા ખંખેરતી તથા આબરૂ જવાની બીકે આત્મહત્યા સુધી દોરી જતી, ફેસબુક ગેંગ બાબતે લોકોને સાવચેત કરી, ફરિયાદ કરવા આગળ આવવા જાગૃતિ લાવવા તમામ પોલીસ અધિકારીઓને સૂચના* કરવામા આવેલ છે….._

💫 _ગયા રવિવારે જૂનાગઢ શહેરના પોશ વિસ્તારમાં રહેતો સારા ઘરનો, શિક્ષકનો પુત્ર, એવો એક યુવક પંકજ (નામ બદલાવેલ છે..) પણ આવી ગેંગનો શિકાર બન્યો હતો. શિકાર બન્યા બાદ પોતાની આબરૂ જવાની બીકે પોતે મુંજાયો હતો. મનમાં ઘણા બધા વિચારો અને કાલ્પનિક ભય ઉતપન્ન થતા, આત્મહત્યા સુધીના વિચારો આવ્યા હતા. ખૂબ જ મુંજાયા બાદ આ યુવક જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને ફોન કરી, પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર મહિલાના નામથી રિકવેસ્ટ આવ્યાની વાત કરતા, ડીવાયએસપી જાડેજા દ્વારા બાકીના બનાવની તમામ વાત યુવક પંકજને કરી દેતા અને હવે એ યુવતી રૂપિયા માંગતી હશે અને તમને કોઈ પોલીસ ઓફિસરના ટ્રુ કોલર વાળો ફોન પણ આવેલ હશે,..તેવું યુવકને જણાવતા, યુવક અચંબામા પડી ગયો હતો. યુવકને ફોન ઉપર આજે રવિવાર હોઈ, બેંક બંધ હોઈ, સાંજ સુધી રૂપિયાની સગવડ કરતો હોવાની વાત કરવા સલાહ આપી હતી અને યુવક વધારે પડતો ગભરાઈ ગયેલ હોઈ, સાંજે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, એવું જણાવી, જરા પણ ચિંતા નહિ કરવા જણાવી, સાંત્વના આપી, સાંજે રૂબરૂ મળવા પણ જણાવેલ હતું…_

💫 _જૂનાગઢના યુવક પંકજ દ્વારા મહિલાને સાંજના સાત વાગ્યા સુધી વ્યવસ્થા કરવાની લાલચ આપતા, ફોન બંધ થયેલ હતા અને સાંજે યુવક ડીવાયએસપી કચેરી ખાતે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળતા, યુવક એટલો બધો ગભરાઈ ગયેલ હતો કે, યુવકને ઓળખીતાના ફોન આવે તો પણ ગભરાઈ જતો હતો. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા યુવકને હવે ફોન આવે ત્યારે મહિલાને તે મહિલાનો નમ્બર અને રેકોર્ડિંગ પોતે શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આપી દીધા છે, હવે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમને રૂપિયા આપવાની ના પાડેલ છે,…એવું જણાવી, જરૂર પડે તો અમારો નમ્બર આપી દેવા જણાવેલ હતું. ત્યારબાદ મહિલા તથા તેની ગેંગના સભ્યોના ફોન આવતા, યુવક પંકજ દ્વારા જૂનાગઢ પોલીસ દ્વારા સમજાવ્યા પ્રમાણે પોતે તમામ નંબર ક્રાઇમ બ્રાન્ચને આપી દીધાનું જણાવતા, ગેંગના ફોન બંધ થયેલ હતા અને યુવકને રાહત થઈ હતી……_

💫 _જૂનાગઢ પોલીસની સલાહ અને મદદ કરવાના કારણે યુવકને રાહત થયેલ હોઈ, યુવક પંકજ રૂબરૂ મળી, પોતે મહિલા સાથેના વીડિયો જાહેર થશે તો, પોતાના સમાજમાં અને કુટુંબમાં શુ મોઢું દેખાડશે…? એવું વિચારી આપઘાત કરવાનો પણ વિચાર કરેલ અને છેલ્લી આશાના સહારે પોલીસને ફોન કરતા, પોતાનો જીવ બચ્યાની વાત કરી, રડવા લાગેલ અને જો પોતે પોલીસને ફોન ના કર્યો હોત તો, હું આત્મહત્યા જ કરતો અને કદાચ હું મારા માતા પિતા કે કોઈને આજે મળ્યો ના હોત, એવું જણાવી, રડમસ ચહેરે, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરેલ હતો. *સોશિયલ મીડિયાના ગેર ઉપયોગના લાલબત્તી સમાન આ કિસ્સા* નો ભોગ બનેલા યુવકને જૂનાગઢ પોલીસ દ્વારા હવેથી સાવચેતી રાખવા સલાહ પણ આપવામાં આવી હતી…._

💫 _જૂનાગઢ *શહેરના જ સંખ્યાબંધ લોકો, આ ફેસબુક ફ્રેન્ડ બનાવતી ગેંગના શિકાર બન્યા છે, જેમાં યુવાનથી માંડીને વયોવૃદ્ધ લોકો ભોગ બન્યા છે, જે તમામ લોકોને જૂનાગઢ પોલીસ તરફથી સહકાર આપી, ઘણા લોકોને આવી ગેંગના ભયમાંથી બહાર* કાઢયા છે, ત્યારે *જૂનાગઢ પોલીસ તરફથી આવી મહિલા ફેસબુક ફ્રેન્ડ થી દુર રહેવા અને કદાચ ફ્રેન્ડ બનાવે તો, વિડીયોકોલની જાળમાં નહીં ફસાવવા ખાસ વિનંતી* કરવામાં આવે છે. *ફસાઈ ગયા પછી આવી ગેંગથી ગભરાવવા કરતા પોલીસને જાણ કરવા તેમજ આવી ગેંગને પોલીસને જાણ કરી હોવાનું જણાવી, પીછો છોડાવવા પણ જાણ* કરવામાં આવે છે. *લોકોની જાગૃતિ માટે અને આવું કૃત્ય થયા પછી, આવી ગેંગના ડરના કારણે કે સમાજમાં આબરૂ જવાની બીકે કોઈ અજુગતું પગલું પણ નહીં ભરવા, બલ્કે જૂનાગઢ પોલીસનો સંપર્ક કરવા, પોલીસમાં ફરિયાદ કરવા, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી તરફથી જાણ* કરવામાં આવે છે…_

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed