આજ રોજ જુનાગઢ શહેર માં ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા લોંચ કરવામાં આવેલ “ગુજરાત માંગે રોજગાર” કેમ્પેઇન ના પ્રથમ ચરણ “રોજગાર ક્યાં છે?” અંતર્ગત વિવિધ જીલ્લાની રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવી રહ્યો છે.
“રોજગાર ક્યાં છે?” કાર્યક્રમ અંતર્ગત યુવક કોંગ્રેસ દ્વારા જુનાગઢ માં શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો.જેમાં ગુજરાત યુવક કોંગ્રેસના પ્રભારી મોહમદ શાહિદજી પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા,જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ નટુભાઈ પોકિયા,જૂનાગઢ શહેર પ્રમુખ અમિતભાઇ પટેલ ધારાસભ્ય ભીખાભાઈ જોષી,યુથ કોંગ્રેસ પ્રમુખ જયદીપભાઈ ઓડેદરા, યુથ પ્રભારી નરેનભાઈ ભારદ્વાજ, સુષ્મિતાજી સહિત આગેવાનો કાર્યકરો હાજર રહ્યા.
ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથ સિંહ તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલ દ્વારા રોજગાર અધિકારી પાસે જુનાગઢ જિલ્લા માં કેટલી સખ્યા મા બેરોજગાર યુવાનો છે તેમજ મહેકમ કેટલું અનેક વિધ પ્રશ્ર્નો નો ની માહિતી માંગવામાં આવી.
સર્કલ ચોક થી રોજગાર કચેરી સુધી રેલી માં જૂનાગઢ નાં સૌ કોંગ્રેસના અગ્રણી કાર્યકર મિત્રોને મોટી સંખ્યામાં હાજર રહ્યા.
મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
Khabar Ek dum Sachi
More Stories
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે કા પવતી અંગે આજ રોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ,
જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આંખના રોગ નો ફ્રી નિદાન કેમ્પ. યોજાયો
ઝઘડિયા ગામે એક મકાનમાંથી રૂપિયા ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો જ્યારે અવિધા ગામે તસ્કરો એક મકાનમાંથી રૂપિયા ૯ લાખ જેટલી મતા ઉઠાવી ગયા