DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ઈસરોમાં મહત્વના પ્રોજેક્ટની સમીક્ષા અને આદિવાસીઓની પાણી પ્રોજેક્ટનું લોકાર્પણ કરશેવડાપ્રધાન મોદી ૧૦ જૂને ફરી ગુજરાતના પ્રવાસે

Share to



(ડી.એન.એસ)અમદાવાદ,તા.૦૪
ગત ૨૮મી મેના રોજ મોદીએ રાજકોટના આટકોટ ખાતે હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ હતું તેમજ ગાંધીનગરમાં સહકાર સંમેલનને સંબોધન કર્યું હતું. હવે ૧૦મી જૂને તેઓ ફરી એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ દિવસે તેઓ અમદાવાદ ખાતે ઇસરોની મુલાકાત લેશે. ઇસરોમાં ચાલી રહેલા મહત્વના પ્રોજેક્ટની સમીક્ષા કરશે. આ ઉપરાંત તેઓ નવસારીના ચિખલીમાં આદિવાસી વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેના ૮૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા એસ્ટોલ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. પાણી લિફ્ટ કરીને આદિવાસી ડુંગરાળ વિસ્તારોને પાણી પહોંચાડવા માટેનો આ મહત્વનો પ્રોજેક્ટ છે. વડાપ્રધાન મોદી અહીં જાહેર સભાને સંબોધન પણ કરશે.વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ પણ વધી રહ્યો છે. ૧૨ દિવસ બાદ ફરી એકવાર વડાપ્રધાન મોદી ગુજરાતની એક દિવસની મુલાકાતે આવશે. તેઓ અમદાવાદ અને નવસારીના ચિખલીની મુલાકાત લેશે.


Share to

You may have missed