DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં સામેલ સોનીપતના બે શાર્પ શૂટર ફરાર

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૪
સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં સોનીપતના પ્રિયવ્રત ફૌજી અને અંકિત સેરસા જાટી પણ સામેલ છે. પ્રિયવ્રત ફૌજી સિસાના ગડીનો રહેવાસી છે. તો અંકિત સોનીપતમાં રહે છે. અંકિતની પોલીસ પાસે કોઈ ક્રાઇમ હિસ્ટ્રી નથી. તો પ્રિયવ્રત પર બે હત્યાના કેસ સહિત અન્ય કેસ નોંધાયેલા છે. ગેંગસ્ટર બિટ્ટૂ બરોણાના પિતાની પાછલા વર્ષે માર્ચ મહિનામાં સોનીપતમાં હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાકાંડમાં પ્રિયવ્રત ફૌજી સામેલ હતો. તે રામકરણ ગેંગનો શાર્પ શૂટર પણ રહ્યો છે. બંને ગુનેગારો કોના કહેવાથી મૂસેવાલાની હત્યામાં સામેલ થયા હતા, તેની પોલીસ તપાસ કરી રહી છે. બંને આપોપીઓ ફરાર છે. પોલીસ તેના પરિવારજનો પાસેથી બંનેના સ્થળ વિશે સતત પૂછપરછ કરી રહી છે. નોંધનીય છે કે સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં ગેંગસ્ટર બિશ્નોઈનું નામ સામે આવી રહ્યું છે. લોરેન્સ બિશ્નોઈ હાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. કેનેડામાં રહેતા ગોલ્ડી બરાડે સિંગરની હત્યાની જવાબદારી સોશિયલ મીડિયા પર લીધી હતી. આ મામલામાં બીજી ગેંગ પણ સામેલ હોવાની આશંકા છે. તો માનવામાં આવી રહ્યું છે કે આ હત્યાકાંડનો બદલો લેવા બીજી ગેંગ પલટવાર કરી શકે છે. આ બધુ જાેતા પોલીસ પણ ગેંગવોરને ખતમ કરવાના પ્રયાસમાં લાગી છે. પંજાબી યુવા સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ પોલીસ આરોપીઓને ઝડપી લેવા માટે સતત તપાસ કરી રહી છે. આ વચ્ચે પોલીસ તપાસમાં સામે આવ્યું કે સિંગરની હત્યામાં સામેલ બે શાર્પ શૂટર સોનીપતમાં રહે છે. બંને આરોપીઓ પોતાના ઘરેથી ફરાર છે. તેના પર કેસ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ આરોપીઓને ઝડપવા માટે સતત દરોડા પાડી રહી છે.


Share to

You may have missed