DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

માંડવી વી.એફ ચૌધરી હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

Share to



રિપોર્ટર.. નિકુંજ ચૌધરી


માંડવી વી એફ. ચૌધરી હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ શિક્ષણ વિભાગ દ્વારા યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્ય સુરેશ ભાઈ ચૌધરીએ આવેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું વંદે ગુજરાત ચેનલ નંબર 9 પરથી માનનીય મુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રી શ્રી નો વિડીયો સંદેશ નિહાળ્યો હતો. જેમાં આરોગ્ય, કૃષિ અને પશુપાલન જેમાં શિક્ષણ વિભાગના વિવિધ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ડો. મેહુલ ઠક્કર દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને ઝીણવટપૂર્વક તથા સચોટ માહિતી આપવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા આ કાર્યક્રમમાં લાયઝનિંગ ઓફિસર તરીકે મનીષાબેન પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક યોગેશભાઈ પટેલે આભારવિધિ કરી હતી અંતે રાષ્ટ્રગીત ગવાયું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. મધુર ભાઈ .પી બગડાએ કર્યું હતું


Share to

You may have missed