રિપોર્ટર.. નિકુંજ ચૌધરી
માંડવી કીમ રોડ પર આવેલ ખેડપૂર ત્રણ રસ્તા પાસે પાસ પરમીટ વગર પશુ વહન કરતા એક આયશર ટેમ્પાને માંડવી પોલીસ અને જીવદયા પ્રેમીઓ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો જેમાં તે 13 નંગ અને 1 પાડી મળીને કુલ ૧૪ પશુધનને ઝડપી પાડયા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર માંડવીના ખેડપૂર ત્રણ રસ્તા પર ખાનગી બાતમીના આધારે માંડવી પોલીસ સ્ટાફ તેમજ માંડવીના જીવદયા પ્રેમી ચિરાગ ગુજારી ,કિશન ગઢવી ,કૈલાસ પુરોહિત,હેમરાજ રાજપુરોહિત ખેડપુર ખાતે વોચ રાખીને બેઠા હતા તે દરમિયાન કામરેજ તરફથી અઢી વાગ્યાના સુમારે બાતમી વાડી સફેદ કલરની ટાટા કંપની આઇસર ગાડી નંબર ( DN.09.S.9469 ) ને ઉભી રાખી ડ્રાઇવર હાકમ ઇબલા સિંધી ( ઉંમર વર્ષ 28 હાલ રહે ઝાખરડા ગામ મોસાલી મૂળ રહે રાજસ્થાન ) ને પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે ટેમ્પામાં ભરેલી ભેંસો કામરેજ તાલુકાના કઠોર ગામ ના તબેલા પરથી વ્યારા તાલુકાના મગરકૂઇ પાટીયા ઉનાઇ રોડ પર આવેલા તબેલા પર લઇ જતા હતા સદર ટેમ્પામાં તપાસ કરતા તેમાંથી 13 ભેંસો અને 1 પાડી મળીને કુલ 14 પશુઓને ખીચોખીચ ટૂંકા દોરડા વડે કુરતાપૂર્વક ભરી સદર ગાડી મા પશુઓને માટે ઘાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા ન હતી સદર પશુઓની હેરાફેરી માટે કોઈ પરમીટ કે કોઈ સક્ષમ અધિકારી નું પ્રમાણપત્ર વિના લઈ જતા હતા સદર ટેમ્પા માથી મળી આવેલ 13 ભેંસ ની કિંમત રૂપિયા 2,47,000 તેમજ એક નાની પાડી ની કિંમત રૂ. 4000 તેમજ આઇસર ટેમ્પા ની કિંમત રૂપિયા 7,00,000 મળીને કુલ રૂપિયા 9,51,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ અંગે માંડવી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Khabar Ek dum Sachi
More Stories
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે કા પવતી અંગે આજ રોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ,
જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આંખના રોગ નો ફ્રી નિદાન કેમ્પ. યોજાયો
ઝઘડિયા ગામે એક મકાનમાંથી રૂપિયા ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો જ્યારે અવિધા ગામે તસ્કરો એક મકાનમાંથી રૂપિયા ૯ લાખ જેટલી મતા ઉઠાવી ગયા