(ડી.એન.એસ)માંડવી,તા.૦૩
આણંદ ખાતે ફરજ બજાવતા માઉન્ટેડના પો.સ.ઇ શીતલસિંહ બજરંગસિંહ સીકરવાર( ઉં વ ૪૬,રહેવાસી પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સ બોરસદ ચોકડી, આણંદ ) પોતાના મિત્ર વિનોદભાઈ વામનભાઇ (રહે વડોદરા શહેર હેડ કોન્સ્ટેબલ રેલવે) તથા તુષારભાઈ (જેમના પુરા નામની ખબર નથી) જેઓ ઉકાઈ તરફથી પોતાની બ્રેઝા કારમાં આણંદ તરફ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન માંડવી ઝંખવાવ રોડ પર જુનવાણ ગામની સીમ આગળ સામેથી આવતી ટ્રકના ચાલકે ટ્રક પૂર ઝડપે અને ગફલતભરી રીતે આવી બ્રેઝા કારને અડફેટમાં લઇ લેતા કાર સવાર શીતલસિંહ બજરંગસિંહને ગંભીર ઈજા પહોંચતા કારમાં સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું જ્યારે અન્ય બે મિત્રો વિનોદભાઈ તથા તુષારભાઈને તાત્કાલિક સુરત સિવિલમાં ખસેડાયા હતા અકસ્માતની જાણ થતા માંડવી પી.આઈ એચ બી પટેલ તથા તેમનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.માંડવી ઝંખવાવ રોડ પર જુનવાણ ગામની સીમ આગળ ટ્રક અને કાર ભટકાતા કાર વ્યક્તિ પૈકી એકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે ગંભીર રીતે ઘવાયેલા બે મિત્રોને સુરત સિવિલમાં ખસેડાયા હતા.
Khabar Ek dum Sachi
More Stories
રાજપીપલાના રાજા વેરીશાલજી મહારાજાના જન્મથી લઈને માઁ હરિસિદ્ધિ પ્રસન્ન થયા બાદ રજવાડી નગરીમાં માતાજીના સ્થાનકની સ્થાપનાથી શરૂ થયેલી પરંપરાનો ઐતિહાસિક વારસાનો આજે પણ લોકોમાં જબરો ક્રેઝ
ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા બે ઇસમો ઝડપાયા-અન્ય નવ ઇસમો નાશી ગયા
પ્રેમ અને એકતાના પ્રતિક સમાન રંગોનુ પર્વ ધુળેટી પર્વ ની બોડેલી નગરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ