DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

છુટાછેડા મળશે એટલે ત્રીજા લગ્ન કરીશસક્રિય રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક લઉં છું ઃ ભરતસિંહ

Share to


(ડી.એન.એસ)અમદાવાદ,તા.૦૩
હાલ ગુજરાતમાં કોંગ્રેસના હાર્દિક પટેલનું રાજીનામા બાદ ભાજપમાં જાેડાવું અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ બે મુદોએ ગરમી પકડી છે ત્યારેર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તેમની પત્ની સાથેના વિખવાદને લઈને પત્રકાર પરિષદ કરી છે. મારી પત્ની રેશમાને મારી મિલકતમાં રસ છે. તે દોરાધાગા કરાવીને હું ક્યારે મરીશ એવું પૂછે છે. મારી ૩૦ વર્ષની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મારા વિરોધીઓને આવા વિવાદોમાં જ રસ છે. મારે હજી ત્રીજા લગ્ન કરવાના છે. હું મારા છૂટાછેડાની રાહ જાેઈ રહ્યો છું. આજે મેં વિચાર કર્યો છે કે સક્રિય રાજકારણમાંથી મારે વિરામ લેવો છે. આ ર્નિણય મારો પોતાનો અંગત ર્નિણય છે. રાજકીય રીતે ૧૯૯૨માં રાજકારણમાં આવ્યો. નાનકડા કાર્યકરથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે ઘણી જવાબદારી મળી. છેલ્લા ૭ મહિનાથી ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અને તેમાં વ્યક્તિગત રીતે વિવાદો મારી સામે ચાલ્યા છે. આવા વિવાદો ચૂંટણી આવે ત્યારે જ શરૂ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં રામ મંદિરની આખી વાત ના સમજાઈ. રામનું મંદિર બને અને ભરતને ના ગમે! હું વર્ષોથી કહેતો આવ્યો છું, ૭ મહિનાનો જવાબ આપવાનો છે. અમે હિંદુ ધર્મના સાચા હિમાયતી છીએ, પણ વાતને રંગ પણ અલગ આપવામાં આવે છે. આ દેશમાં કેટલાંય કુટુંબ છે, જેમના લગ્નજીવનમાં સમસ્યા સર્જાતી હોય છે. પરિવારમાં સમાધાન ન થાય તો કોર્ટ સુધી મુદ્દો જાય છે. ભરતસિંહના લગ્ન કેવા સંજાેગોમાં થયા એ બાબત પણ જાણવી જાેઈએ. જ્યાં લગ્ન થયાને ૧૫ વર્ષ સુધી કોઈ સંબંધ ન હોય, માત્ર ઔપચારિક સંબંધ રહ્યા છે. હું ઇચ્છતો હતો કે આ બાબત ઘરની ઘરમાં રહે. આ દેશ સ્ત્રી દાક્ષિણ્યનો છે. મને કોરોના થયો ત્યારે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને અહેમદ પટેલે મદદ કરી. મને વડોદરાથી અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં લઈ આવ્યા. મેં જેને છૂટાછેડા આપવા માટે અરજી કરી તેણે મારા પિતાને કહ્યું હતું કે હવે ભરત નહીં બચે. મને એ હોસ્પિટલમાં મળવા આવ્યા ત્યારે એક જ વાત કરતાં હતાં કે તમે મરી જશો તો મારું શું થશે. તેને મારા રૂપિયા ક્યાં છુપાયેલા છે એ શોધવામાં જ રસ હતો. મારે કોઈ બાળક નથી. મારું મૃત્યુ થાય તો મારી મિલકત તેમને જ મળવાની હતી, પણ તેમને ધીરજ નહોતી. તેણે દોરાધાગા કર્યા અને પૂછતી કે આ ક્યારે મરશે. જ્યારે મારા જીવન પર જાેખમ આવ્યું, એમાં હું બચી ગયો અને ખબર પડી કે કોઈની સાથે લેવડદેવડ કરી હોય તો મારે ચૂકવવાની આવી હોત. એટલે મેં કહ્યું હતું કે આ મારા કહ્યામાં નથી. તેમને તેમના નજીકના સગા સાથે પણ પ્રોપર્ટી માટે ઝઘડો કર્યો. મેં ટિકિટ વહેંચી એવા આક્ષેપ કર્યા. અમિત ચાવડાને પ્રમુખ બનાવ્યા ત્યારથી આ વિવાદ શરૂ થયો હતો. મને એવું લાગી રહ્યું છે કે આ જુદા પ્રકારની લડાઈ છે. મેં નોટિસ ૧૨ જુલાઈ ૨૦૨૧ના રોજ નોટિસ આપી હતી. તેણે ૨૯ માર્ચે આવીને બેવરલી હિલ્સનો કબજાે લઈ લીધો. મને દુઃખ થાય છે કે વ્યક્તિગત જીવનની જાહેરમાં ચર્ચા કરવી પડે છે. માટે જ મારે મીડિયાની સામે આવવું પડ્યું છે. હાલમાં આણંદના મકાનનો વીડિયો સામે આવ્યો હતો. ત્યાં હું આઈસક્રીમ ખાવા ગયો હતો. તે યુવતીનું ઘર હતું અને આ ટોળું ત્યાં આવી ગયું હતું. મને કોઈ સ્વીકારવા તૈયાર હશે તો મારું ત્રીજું લગ્ન પણ થશે. હું મારા છૂટાછેડાની રાહ જાેઈ રહ્યો છું. મને વિચાર થાય કે કોઈની સાથે મારા લગ્ન થાય તો તેના પરિવારે નક્કી કરવાનું કે મારી સાથે લગ્ન કરવા દે કે નહીં.


Share to

You may have missed