(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૩
કાગળના કપ બનાવવા માટે પેપર રીલ, બોટમ રીલ અને મશીનોની જરૂર પડશે. હાલ બજારમાં નાના-મોટા અનેક પ્રકારના મશીનો ઉપલબ્ધ છે. પેપર રીલ અને બોટમ રીલ તમે સરળતાથી ઓનલાઈન કે દિલ્હી, જયપુર જેવા કોઇ મોટા શહેરમાંથી ખરીદી શકો છો. આવા મશીનો પણ આજકાલ ઓનલાઇન જાેવા મળે છે. પેપર રીલનો દર ૯૦ રૂપિયા પ્રતિ કિલોથી શરૂ થાય છે. એ જ રીતે બોટમ રીલનો ભાવ પણ ૮૦થી ૯૦ રૂપિયા પ્રતિ કિલો છે. પેપર કપ ફ્રેમિંગ મશીન ૫ લાખ રૂપિયામાં આવે છે. તમે લગભગ આઠથી દસ લાખ રૂપિયાનું રોકાણ કરીને દરેક સાઈઝના કપ અને ગ્લાસ બનાવી શકો છો. સામાન્ય રીતે પેપર કપ બનાવવાની ફેક્ટરી મહિનામાં ૧૫,૬૦,૦૦૦ કપ તૈયાર કરે છે. જાે તમે તેને ૩૦ પૈસા પ્રતિ કપના ભાવે વેચો, તો તમને લગભગ ૪,૬૮,૦૦૦ ની કમાણી થશે. જેમાં ૪૦૮,૯૬૪ રૂપિયા તમારો કુલ ખર્ચ હશે. આ રીતે તમે એક મહિનામાં સરળતાથી લગભગ ૬૦ હજાર રૂપિયાની કમાણી કરી શકો છો. પેપર કપ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે સરકાર મદદ કરશે. તમે કેન્દ્ર સરકારની મુદ્રા યોજનાનો લાભ લઈને લોન લઈ શકો છો. આ સ્કીમ હેઠળ તમારે કુલ પ્રોજેક્ટ ખર્ચના ૨૫ ટકા જેટલું રોકાણ પોતે કરવાનું રહેશે. જ્યારે મુદ્રા યોજના હેઠળ સરકાર ૭૫ ટકા લોન મળી શકે છે.ઓછા ખર્ચે પોતાનો બિઝનેસ શરૂ કરવા અહી જાણકારી આપવામાં આવી છે. આ બિઝનેસ દ્વારા તમે દર મહિને સારી એવી કમાણી કરી શકો છો. પર્યાવરણ અંગે લોકોમાં જાગૃતિના કારણે પેપર કપની માંગ દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે તમે કાગળના કપ બનાવવાનો વ્યવસાય શરૂ કરી શકો છો. પેપર કપ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે સરકાર મુદ્રા યોજના હેઠળ લોન પણ આપી રહી છે. તમે ઓછા પૈસામાં કાગળના કપ બનાવવાનું યુનિટ લગાવી શકો છો અને વધુ રોકાણ કરવું હોય તો મોટું યુનિટ પણ સેટ કરી શકો છો. કાગળના કપ બનાવવા માટે કાચો માલ અને મશીનો સરળતાથી ઉપલબ્ધ છે.
Khabar Ek dum Sachi
More Stories
રાજપીપલાના રાજા વેરીશાલજી મહારાજાના જન્મથી લઈને માઁ હરિસિદ્ધિ પ્રસન્ન થયા બાદ રજવાડી નગરીમાં માતાજીના સ્થાનકની સ્થાપનાથી શરૂ થયેલી પરંપરાનો ઐતિહાસિક વારસાનો આજે પણ લોકોમાં જબરો ક્રેઝ
ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા બે ઇસમો ઝડપાયા-અન્ય નવ ઇસમો નાશી ગયા
પ્રેમ અને એકતાના પ્રતિક સમાન રંગોનુ પર્વ ધુળેટી પર્વ ની બોડેલી નગરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ